________________
અમૃતવેલની સઝાય
૪૯ કષાય છે અને લોભકષાય આસક્તિ રાગ વધારનારો કષાય છે. માટે હે જીવ ! તારા જીવનમાં આવા પ્રકારના જે કોઈ કષાયો હોય, ભૂતકાળમાં જે કષાયો કર્યા હોય તેની ક્ષમા માગ, ફરી ન કરવાની પ્રતિજ્ઞા કર. મુનિનો જીવ ક્રોધના કારણે તાપસ થઈને ચંડકૌશિક સર્પ થયો, રાવણરાજાએ અભિમાન કર્યું તો તેમનો તથા તેમની સોનાની લંકાનો નાશ થયો, લક્ષ્મણા નામનાં સાધ્વીજીએ માયા કરી તો સંસારમાં રખડ્યાં અને મમ્મણ શેઠ લોભથી ટુવ્યા. ઈત્યાદિ ઘણાં દૃષ્ટાન્તો છે કે કષાયોથી જેના બેહાલ થયા છે. માટે હે જીવ! તું કષાયોનો ત્યાગ કર.
' (૨૮-૨૯) રાગ-દ્વેષ - પ્રીતિ કરવી તે રાગ અને અપ્રીતિ કરવી તે દ્વેષ. આ બન્ને કષાયોનું મૂલ છે. રાગ થાય એટલે આસક્તિ થાય તેની પ્રાપ્તિ માટે આ જીવ માયા કરે, માયા પ્રમાણે કાર્ય થાય તો માન આવે અને માયા પ્રમાણે કાર્ય ન થાય તો ક્રોધ આવે. આ જ પ્રમાણે દ્વેષ પણ કડવાશ કરાવનારો, વેરઝેર વધારનારો, દુશમનાવટને ઉત્તેજિત કરનારો કષાય છે. હે જીવ! પૂર્વભવથી કોઈપણ વસ્તુ તું લાવ્યો નથી અને કોઈ પણ વસ્તુ તું લઈ જવાનો નથી. તો પછી શા માટે આટલા બધા કષાયો કરીને જીવનને બરબાદ કરવું. માટે કિંઈક ચેત, કંઈક સમજ. આ કષાયો કોઈના પણ સગા થયા