________________
અમૃતવેલની સક્ઝાય (૨૪ થી ૨૦) ક્રોધાદિ ચાર કષાયો - આવેશ ગુસ્સો, ઝઘડો તે ક્રોધ, અહંકાર, મોટાઈ, મારાપણાનો પરિણામ તે માન. કપટ, જુઠ, બનાવટ, છેતરપિંડી તે માયા. આસક્તિ મમતા, મૂછ તે લોભ આ ચારે કષાયો ચંડાલચોકડી જેવા છે. ઘણા જ ભયંકર છે. આત્માનો અનંત સંસાર વધારનારા છે. વ્યવહારથી ક્રોધ ભયંકર છે. માનમાયા-લોભ ગુપ્તચોરો છે અને નિશ્ચયનયથી લોભ ભયંકર છે. કારણ કે લોભ જ માયા-માન અને ક્રોધને ઉત્પન્ન કરનાર છે. આ કષાયોને જિતવા માટે તેના વિરોધી ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ઈત્યાદિ ગુણોનો આશ્રય કરવો જોઈએ. આ ચારે કષાયો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એમ ચાર ચાર જાતના છે. તેથી કુલ ૧૬ કષાયો છે.
અનંતા સંસારને વધારે તેવો જે તીવ્રકષાય તે અનંતાનુબંધી, દેશવિરતિ ચારિત્રને રોકનારો જે કષાય તે અપ્રત્યાખ્યાન, સર્વવિરતિ ચારિત્રને રોકનારો જે કષાય તે પ્રત્યાખ્યાની અને સર્વવિરતિ ચારિત્રમાં દોષો લાવનારો (અતિચાર ઉત્પન્ન કરનારો) જે કષાય તે સંજ્વલન. ક્રોધ કષાય બે મિત્રો વચ્ચે ફાટ પડાવનારો કષાય છે. માન કષાય પત્થરના થાંભલાની જેમ અક્કડતા લાવનારો છે. માયાકષાય જુઠાણું કરાવનારો તથા પરને છેતરવાનું કામ કરાવનારો