________________
અમૃતવેલની સઝાય અનાદિની પ્રીતિ કરેલી છે તેનો તું ત્યાગ કર. અનાદિ કાલની જીવની મોહના ઉદયજન્ય આ વાસના છે કે જિનેશ્વર ભગવંતે કહેલો આ ધર્મ રૂચે નહીં અને ભવોભવમાં ભટકાવે એવી મોહદશા જ પ્યારી લાગે. વીતરાગ દેવ, પંચમહાવ્રતધારી, ગુણિયલ જીવનવાળા, શુદ્ધ ધર્મના ઉપદેશક ગુરુ અને “અહિંસા, સંયમ તથા તપ” મય ધર્મ આ ત્રણે તત્ત્વો ઉપર રૂચિ કરવી, પ્રીતિ કરવી. આ જ ત્રણ તત્ત્વો આરાધ્ય છે. એમ માનીને તેનો સ્વીકાર કરવો આ જ સમ્યકત્વ છે. તેની સાથે રૂચિ-પ્રીતિ કરવી, કારણ કે આ જ તત્ત્વો આ જીવને તારનાર છે. કલ્યાણ કરનાર છે. વીતરાગ પરમાત્માની વાણી ક્યારેય મૃષા ન હોય, મૃષા બોલવાનાં જે કારણ છે - રાગ, દ્વેષ, ભય અને અજ્ઞાન, આ ચારમાંનું એક પણ કારણ આ પરમાત્મામાં નથી. તેથી તેમનું વચન સર્વથા સત્ય છે. માટે હે જીવ! તું તે વચનોનો આશ્રય લે, સ્વાધ્યાય કર, જૈનધર્મનો અભ્યાસ કર, અધ્યાત્મ અને વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચ, તેમાંથી કિંઈક સત્ય સમજાશે, ભવવિરક્તિના પરિણામ થશે. હૃદયપલટો થશે, વીતરાગ પરમાત્માની વાણી સંબંધી શ્રવણ, મનન અને ચિંતન જેવું બીજું કોઈ અમૃત નથી.
તે વીતરાગ પ્રભુના માર્ગે ચાલનારા ગુરુ જેવા અન્ય કોઈ ગુરુ નથી, સદા બહિરાત્મભાવથી દૂર રહેવાપણા રૂપી મૌન રાખનારા એવા મુનિ હોય છે. સતત-નિરંતર