________________
અમૃતવેલની સઝાય
૫૩ મળવા જાય તો ત્યાં પણ ત્રીજા માણસની વાત કાઢીને તે ત્રીજા માણસની લગભગ નિંદા જ આ જીવ કરતો હોય છે. સારું બોલવાનું તો ભાગ્યે જ આવતું હશે. હલકું બોલીને જાણે મેં જગજીત્યો હોય એવો આનંદ આ જીવ માનતો હોય છે. સર્વે પણ જીવો કર્મવશ છે. નાની-મોટી ભૂલો પણ દરેકમાં હોય છે. ભૂલ જોઈએ તો ભૂલ દેખાય અને ગુણ જોઈએ તો ગુણ દેખાય. માટે હે જીવ! દોષ તો ઓછા-વધતા પ્રમાણમાં દરેકમાં રહેવાના, તું તારા સ્વભાવને સુધાર, બીજાના દોષ જોવાનું છોડી દે, દોષ જોવાઈ જાય તો દોષ ગાવાના છોડી દે. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તે પોતે તારી દૃષ્ટિને સુધારનારો બન. કોઈના પણ દોષ જોવા નહીં અને જોવાઈ જાય તો ગાવા નહીં. હે જીવ ! આવા પાપસ્થાનકથી વિરામ પામ. તેમાં જ તારું કલ્યાણ છે.
(૩૫) માચામૃષાવાદ - કપટપૂર્વક જુઠું બોલવું તે. આ પાપસ્થાનકમાં બે પાપસ્થાનક સાથે થયેલ છે. માયાકપટ પણ કરવું અને જુઠું પણ બોલવું તે સત્તરમું પાપસ્થાનક છે. આ પાપસ્થાનકમાં હૃદય ઘણું ધીઠુ થાય છે. નિર્ધ્વસ પરિણામ હોય છે. કુરતા વધારે હોય છે. આત્મા તીવ્ર કર્મો બાંધે છે. સરળતા જલ્દી આવતી નથી, એકવાર દૃષ્ટિ બગડ્યા પછી સારી થવી અતિશય દુષ્કર છે. માટે ચીકણાં કર્મો બંધાવનારાં