________________
૩૬
અમૃતવેલની સજ્ઝાય
હોય, તથા આત્માના ગુણોનો ધાત કરે એવી જિનેશ્વરપ્રભુની આશાતના વગેરે જે કોઈ પાપો આચર્યાં હોય, તેની હે જીવ! તું વારંવાર નિંદા કર, નિંદા કર. ॥૧૦॥
વિવેચન :- (૧૭) આ જીવે રાગ, દ્વેષ, કષાય અને અજ્ઞાનને વશ થઈને આ વર્તમાન ભવમાં તથા ભૂતકાલીન ભવોમાં નાનાં-મોટાં અનેક પાપકાર્યો કર્યાં છે. જેમ કે ઘણું પાણી વાપર્યું, અળગણ પાણી વાપર્યું, ઝાડ-પાન-ફૂલ-ફળ કાપ્યાં, કપાવ્યાં, ઝાડ ઉપરથી ફળો તોડ્યાં, લીલા ઘાસ ઉપર ચાલ્યા, લીલું ઘાસ ખુંધુ, તળાવો, સરોવરો ખાલી કરાવ્યાં, બેઈન્દ્રિયાદિક જીવોને હણ્યા, દવા છાંટી, દવા છંટાવી અથવા ધુમાડા આદિનો ઉપયોગ કરીને જીવોને માર્યા, કોઈ જીવોને દુઃખી કર્યા, કટુક વચન બોલ્યા, કટાક્ષ વચન, વ્યંગ વચન, મેણાં-ટોણાંનાં વચનો બોલીને કોઈ કોઈ જીવોનાં મન દુભાવ્યાં, કોઈના પણ ઉપર જુઠાં આળ દીધાં, ખોટાં કલંક લગાવ્યાં, પારકાની વસ્તુ વિના પુછ્યું લીધી, નાની-મોટી ચોરી કરી લેવડ-દેવડનાં બાટ જુદાં રાખ્યાં, રાજ્ય વિરુદ્ધ આચરણ કર્યું, લોકદૃષ્ટિએ ન કરવા જેવાં લોકવિરુદ્ધ કાર્યો કર્યાં. પરદારાસેવન-પરધનહરણ ઈત્યાદિક પાપો કર્યાં. કામ વાસનાની ઉત્તેજક વાતો કરી, તેવા શબ્દપ્રયોગો કરીને વાસનાને ઉત્તેજિત કરી, શારીરિક કુચેષ્ટાઓ કરી આવા પ્રકારનાં નાનાં-મોટાં અનેક પાપો કર્યાં હોય કે જે પાપોથી આ