________________
આ સઝાય આત્માને ઘણી ઘણી હિતશિક્ષા આપે છે. આત્માના પરિણામની ધારા જ બદલાઈ જાય તેવાં સુંદર સુવાક્યોથી ભરેલી આ સજઝાય છે. સમકિતના ૬૭ બોલની સઝાયના અર્થ, અઢાર પાપસ્થાનકના અર્થ, આઠ દૃષ્ટિના અર્થ અને સવાસો ગાથાના સ્તવનના અર્થો લખ્યા પછી મનના ભાવો એવા ઉલ્લાસમાન થયા કે અમૃતવેલની સજઝાયના અર્થ પણ લખીએલખવાનો પ્રારંભ કર્યો અને કલમ ચાલતી જ રહી ચાલતી જ રહી. થોડાક સમયમાં અર્થો લખાઈ ગયા. તેનો જે આનંદ હૃદયમાં થયો તે આનંદ હું શબ્દથી કહી શકતો નથી.
સંવત્સરી પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનોના કાલે તથા સામાયિકાદિના અવસરે પ્રભાવના કરવા યોગ્ય આ પુસ્તક છે. પુસ્તકની પ્રભાવના કરવાથી જીવોમાં જ્ઞાનની માત્રા વધે, શ્રદ્ધા વધે, સંસ્કાર વધે, ધર્મ પ્રત્યે પ્રીતિ વધે, વિનય-વિવેકાદિ ગુણો આવે. તે માટે આ સઝાયના અર્થ લખીને પ્રકાશિત કરીએ છીએ.
૨૯ જ માત્ર ગાથા હોવાથી શક્ય બને ત્યાં સુધી કંઠસ્થ કરવી જરૂરી છે. તેના અર્થવાળી આ બુક નિરંતર વાંચ્યા જ કરવા જેવી છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી જેવા મહાત્માઓએ આવી સુંદર શૈલીવાળી રચના કરવામાં પોતાની જીંદગીનો કેટલો અમૂલ્ય ફાળો આપ્યો છે ? જેના ઉપકારોનો કોઈ પાર નથી. તેઓએ સંસ્કૃતપ્રાકૃત ન્યાય આદિ ઊંડા વિષયોમાં પણ ઘણું ઘણું ખેડાણ કર્યું છે. તેમની જીંદગીના આયુષ્યની સાથે આ રચનાની સરખામણી કરીએ તો કલ્પના પણ કરી શકાતી નથી.
આ સઝાયમાં પ્રથમ કર્તવ્ય ચાર શરણનું છે. અરિહંત પરમાત્માનું શ્રવણ, સિદ્ધ પરમાત્માનું શ્રવણ, સાધુ ભગવંતોનું શરીર અને જિનેશ્વર પરમાત્મા પ્રણીત જૈનધર્મનું શરણ આ ચાર