________________
૧૬
અમૃતવેલની સઝાય જીવોને હિત શિક્ષા આપનારા અને અહિતથી બચાવનારા છે. માટે જગતના મિત્રતુલ્ય હોય છે. ચાર ઘાતી કર્મોના ક્ષયવાળા હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તથા અનંતચારિત્ર અને અનંતવીર્ય વડે શોભતા હોય છે. અનેક જીવોને ધર્મ પમાડવાં દ્વારા આ સંસારથી તારનારા હોય છે. તેઓની વાણી સર્વે મનુષ્યોને પશુઓને અને પક્ષીઓને પોતપોતાની ભાષામાં સંભળાય અને સમજાય તેવી વાણીવાળા હોય છે. એક યોજન સુધી કોડાકોડી મનુષ્યો સાંભળનારા હોય તો પણ સર્વને એકસરખી સંભળાય અને સમજાય તેવી વાણીવાળા હોય છે તેમની પર્ષદામાં બેઠેલા જીવો “સાપ અને નોળીઓ”, “વાઘ અને બકરો” જેવા જીવો હોય તો પણ જાતિબદ્ધ વૈરને ભૂલી જનારા હોય છે. આવા પુણ્યપ્રતાપવાળા આ મહાત્માઓ હોય છે. જો જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભવિક સંદેહ રે ! ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહ રે !
ચેતન ! જ્ઞાન અજુવાળીએ આપણા ગાથાર્થ - જે પરમાત્મા સમવસરણમાં બેસીને ભવ્ય જીવોના સંદેહોને ભાંગી નાખે છે અને ધર્મની વૃદ્ધિ કરનારાં એવાં વચનો વરસાવે છે કે જાણે પુષ્કરાવર્તનો મેઘ વરસતો હોય તેમ લાગે છે. પા.