________________
અમૃતવેલની સજઝાય
૩૯ કોઈ આવાં આવાં પાપો કર્યા હોય તેની હે જીવ! તું નિંદા કર, નિંદા કર તથા ગહ કર.
તથા જિનેશ્વર પરમાત્માની આશાતના કરવી તે મહાપાપ છે. પરમાત્માની ૮૪ આશાતના અને ગુરુજીની ૩૩ આશાતનામાંથી જે કોઈ આશાતના કરી કરાવી હોય, અનુમોદી હોય તે સર્વની હે જીવ! તું નિંદા ગહ કર.
અશુદ્ધ વસ્ત્રો, અશુદ્ધ શરીર અને અશુદ્ધ મન હોય ત્યારે પ્રભુની પ્રતિમાનો સ્પર્શ કર્યો હોય, પ્રભુની પ્રતિમા પછાડી હોય, ક્યાંય ટકરાવી હોય, અવિનયભર્યું વર્તન કર્યું હોય, ભગવાન પ્રત્યે હલકા શબ્દોનો પ્રયોગ કર્યો હોય આ સઘળી પ્રભુની આશાતના કહેવાય છે. ગુરુજીથી ઊંચા આસને બેઠા હોઈએ, ગુરુજીની સાથે સમાન આસને બેઠા હોઈએ, ગુરુજીના અવગ્રહનો (દૂર ઉભા રહેવાના નિયમનો) ભંગ કર્યો હોય, ગુરુજીનું વચન ન સ્વીકાર્યું હોય, ઉદ્ધત ઉત્તરો આપ્યા હોય આ સઘળી ગુરુજીની આશાતના કહેવાય છે. આવા પ્રકારની જે કોઈ આશાતનાઓ અજ્ઞાનદશાથી અથવા અહંકારદશાથી કરી હોય તેની હે આત્મા ! તું નિંદા-ગહ કર. પશ્ચાત્તાપ કર, કરેલી ભુલોનો સ્વીકાર કર. વારંવાર ક્ષમાયાચના કર, આમ કરવાથી પણ ઘણાં પાપો તુટી જાય છે. હૃદયમાં પશ્ચાતાપ કરવાથી પણ ઘણાં પાપોનો ક્ષય થાય છે.
આ સઘળાં પાપો આત્માના ગુણોનાં ઘાતક છે, ગુણોનું