________________
પર્યુષણ.
પજુસણ આવે ત્યારે જેનોનાં હદ આનંદથી ઉછળવા માંડે છે. તે દહાડે તેઓ સારાં સારાં કપડાં પહેરશે, ઘરેણાં–ગાંઠ લગાવશે, હરખતે ચહેરે દેરાસર અને વ્યાખ્યાને જશે, કદી પ્રતિકમણમાં નહિ જનારા પણ તે દહાડે પ્રતિક્રમણ કરવા જશે, સંવત્સરી પડિક્કમણામાં તે કેકજ બાકી રહેતું હશે. તે દિવસેમાં વરઘોડા નિકળશે, પૂજાઓ ભણાશે, પ્રભાવનાઓ થશે અને જમણ પણ ઉડશે. આ બધી ધૂમધામ પર્યુષણ પર્વના મહિમાને આભારી છે. નિર્દોષ આનદની સાથે ધાર્મિક ક્રિયા કરવાના એ દિવસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com