________________
૧૭
ભદ્રિક કે મહાવીર સ્વામીના બાળ શરીર પર–જાતમાત્ર શરીર પર ઈન્દ્રાએ ઢળેલા જન– મુખવાળા એક કરોડ અને સાઠ લાખ કળસોની વાર્તા સાંભળીને પ્રસન્ન થાય; જાતમાત્ર ભગવાનના ડાબા પગના અંગુઠાથી મેરૂ મહીધરનું ક૫ન સુણુને પ્રફુલિત થાય. પણ મહાવીરનું મહાનું પ્રભુત્વ એવાં વર્ણનામાં નથી સમાયું, એ તત્ત્વદર્શી બરાબર સમજી શકે. મહાવીરના જીવનમાં સહુથી વધારે મહત્ત્વપૂર્ણ વસ્તુ એમને વીતરાગ સંયમ છે, જેમાં એમની તપશ્ચર્યા, એમની ક્ષમા અને એમની સમાધિ તરફ તે તે વખતના એમનાથી વિરૂદ્ધ દિશાના અન્ય તીર્થકરે પણ હેબતાઇ ગયા છે. પણ ખેદની સાથે જણાવવું પડે છે કે પેલા સિદ્ધાર્થ ' વ્યક્તર અને “ ગોશાળનાં” વર્ણને મહાવીર પ્રભુના મહત્ત્વપૂર્ણ જીવન-ગ્રન્થના વાંચનારને વિચિત્ર લાગ્યા વિના ન રહે. મહાવીરના શરીરમાં એ વ્યન્તર પ્રવેશ કરીને બેલે, પ્રશ્નોના જવાબ આપે, નિમિત્ત તથા ફલાદેશ બતાવે અને ધમાલ મચાવે એ કેવી વાત ! એને લોકો “વળગાડ” જેવું કહી હસે તે એમાં શું આશ્ચર્ય ? ભગવાનું ધ્યાનસ્થ છે. પણ એમના શરીરમાં પ્રવેશ કરીને વ્યક્તર અદશ્ય પણે ધાંધલ મચાવે તે ધાંધલીયા ખુદ ભગવાન્ નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com