________________
૮૨
પૂછે છે કે, આ તરૂણ કોણ છે ? ત્યારે ભવદત્ત એકદમજ એને દીક્ષાર્થી તરીકે જાહેર કરે છે ! ભવદત્ત મહારાજની મનોદશા અહીં સ્પષ્ટ થઈ જાય છે. જબરને ગળે પડવા જેવી વાત ! ભાઈની સાથે કંઇ વાત કે ચીત થઈ નથી, દીક્ષા બાબતને સ્વપ્નમાંય ખ્યાલ નથી, છતાં, આ આક્રમણ ! સૂરિજી ભવદેવને ઈરાદે જાણવા તેને પૂછે છે કે, કેમ, દીક્ષા લેવી છે ? ત્યારે ભવદેવ, ભાઈ જુઠે ન ઠરે એટલા સારૂ દીક્ષાની “હા” પાડે છે. પછી સૂરિજી મહારાજ તેને દીક્ષા આપી દે છે, અને તેજ વખતે બીજા બે સાધુઓ સાથે તેને (ભવદેવને અન્યત્ર વિહાર કરાવી દે છે;–એટલા માટે કે રખેને કુટું બીઓ આવીને એને પાછે ઉઠાવી જાય ! હવે આ તરફ ભવદેવની ગતાગત ચાલી રહી છે. તેના સગાસંબન્ધીઓ તેને શોધવા નિકળે છે. ભવદત્તની પાસે આવીને તેઓ કાલાવાલા કરતા ભવદેવની માગણી કરે છે. તેઓ મહારાજને કહે છે કે-આપની સાથે સાથે તે આવ્યું હતું, અમને મૂકીને–પૂછ્યા વગર એ ક્યાંય જાય એવો સંભવ નથી. માટે મહેરબાની કરીને અમને બતાવે ! ભવદેવ ક્યાં છે? ત્યારે ભવદત્ત મહારાજ શેખું–મૃષાપૂર્ણ પરખાવી દે છે કે અમને ખબર નથી. જેવો આવ્યે હતું તેજ રવાના થઈ ગયો હતો.? આથી એ ચારા નિરાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com