Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 88
________________ થઈ વિલે મોઢે, ચારથી લૂંટાયા હોય તેની જેમ પાછા જાય છે. કેટલું કરૂણ દશ્ય ! ભવદેવના એક રૂંવાડામાં પણ દીક્ષાની ભાવના નથી. ભાઈની દાક્ષિયતાથી ભવદેવ દીક્ષાવેષ પહેરે, તેના ઉપર દીક્ષાને બોઝે આવી પડે, શરમાવીને તેના ઉપર એકદમઅણધારી દીક્ષા લદાય એ બધું શું ? એ રંગબેરંગી ચિત્ર માનસશાસ્ત્રીને સમજવું કઠિન નથી. “દીક્ષામાં સપડાઈને ભવદેવ બહુ આકુળ-વ્યાકુળ થાય છે. તેને તેની નવોઢા વધૂને વિગ બહુ સાલે છે. કેવળ ભાઈના માનની ખાતરજ દીક્ષાને બાહરી આચાર પાળે છે. બાકી તેનું આખ્તર જીવન તે દીક્ષાથી શૂન્ય છે. તેનું હૃદય મેહ-વાસનાથી તપી રહ્યું છે. હવે જ્યારે ભવદત્ત મહારાજ કાળધર્મ પામે છે ત્યારે બ્રાતૃબન્ધન છૂટી જવાથી ભવદેવ ઘર તરફ્ફ પ્રયાણ કરે છે. લાંબા કાળે “નાગિલાને મળે છે. પરિવર્તન બહુ થઈ ગયું છે. સદ્ભાગ્યે સંસ્કારવતી “નાગિલા'ના સદુપદેશના પરિણામે ભવદેવ મુનિ યા તુરતજ મુનિધમ પર સ્થિર થાય છે. હેમચન્દ્રાચાર્યે “ પરિશિષ્ટ-પર્વ ” માં વર્ણવેલા આ કથાભાગ પરથી ભવદેવની દીક્ષાનું ચિત્ર કેવું વિચિત્ર ખડું થાય છે એ વિચારકે વિચારી લ્ય. ભવદત્ત જ્યારે સૂરિજીની આગળ ભવદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90