________________
ઉત્પન્ન ન થાય; પણ હવે જ્યારે પ્રભુ દેવાનન્દાના ઉદરમાં સ્વયમેવ આવી જ ગયા છે, તે પછી તેમને ત્યાંથી ઉઠાવી બીજે સ્થળે સ્થાપન કરવા અને એક નિરપરાધિની બ્રાહ્મણનું સર્વસ્વ-ધન લૂટી લઈ, તેણીને ખાખામ જાણીબુઝીને શેકસાગરમાં છાતી કુટતી ધકેલી દેવી એને અર્થ શું? શું દેવાનન્દાની કુક્ષિમાંથી નિકળતાં “મહાવીર મહાવીર મટી જાત ? તેમનું પ્રભુત્વ ચાલ્યું જાત? શું બગ જાત કે તેમને, દેવાનન્દાની કુક્ષિમાં સહેજે આવી ગયા છતાં તેણીની પાસેથી ઉઠાવી લીધા? સ્ત્રીની (“મલ્લી ” કુમારીની) તીર્થકરતા જેવી મહાન બાબત પણ આશ્ચર્ય રૂપે ગણીને પણ સેંધાઈ ગઈ, તે પછી મહાવીરસ્વામીને બ્રાહ્મણકુભવ તે સુતરાં (અછેરા રૂપે પણ) નભાવી લેવાત !” તે એના જવાબમાં તેઓ જૂની લકીર પીટતા આવ્યા છે તે જ પીટવાના. ખેર, મારે ઈરાદે છે કે, પણ તક મળતાં મહાવીર સ્વામીના જીવન-ચરિત્રની બાબતે પર સ્વતંત્રપણે ઊહાપોહ કરવા પ્રયત્ન કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Lovrnatumaragyanbhandar.com