________________
૪૮
આમ ભિન્ન ભિન્ન રૂપે નાસ્તિક શબ્દની યેજના સંભવિત છતાં, તેની શિષ્ટસમ્મત અને શાસ્ત્રસિદ્ધ વજનદાર વ્યાખ્યા કેશકારાદિના મત મુજબ ઉપર જણાવી એ ગણાય. અર્થાત પુણ્યપાપ-પરલોકસમ્બન્ધી શ્રદ્ધાન વગરને નાસ્તિક ગણાય. છતાં એટલેથી પણ નિવેડે આવે મુશ્કેલ છે. પુણ્ય-પાપ અને આત્માની વ્યાખ્યાઓ પણ દાર્શનિકેએ ભિન્ન ભિન્ન રીતે કરી છે, એટલે આસ્તિક ગણાતા દશનકારે પણ એક બીજાની દષ્ટિએ નાસ્તિક ગણાવા લાગે. જૈન દષ્ટિએ આત્મા અને પુણ્ય–પાપમાં માનનારજ આસ્તિક, એમ માનીએ તો જેમાં પણ પુણ્યના સાધન તરીકેની ક્રિયાઓમાં મતભેદ કયાં ઓછા છે? એટલે એ ક્રિયાભેદ ધરાવનાર ને પણ એકબીજાની દષ્ટિએ નાસ્તિક ગણાવા લાગે. ત્યારે છેવટે, તપાગચ્છ-સમ્મત . ક્રિયામાગ અનુસરનારાજ આસ્તિક, અને બીજા બધા
१' श्रद्धालुरास्तिकः श्राद्धो
नास्तिकस्तविपर्यये " " नास्ति परलोकादीति मतिरस्य नास्तिकः" । (હૈમ અભિધાનચિંતામણિ ત્રીજે કાંડ ૧૫૪ મે
શ્લોક )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Bunatumaragyanbhandar.com