________________
૭૩
એમ ભાખવું એ સરાસર મૂખેતાભર્યું છે. એવું ભાખવામાં ખરેખર ગૃહસ્થ-ધર્મની વિરાધના કરવાનું ભયંકર પાપ છે.
જે ધમને મિનિંગ “ધારક” કે “ઉદ્ધારક ” થાય છે, તે ધર્મની રેશની ગૃહસ્થ-જીવનધારીના ચેહરા ઉપર પણ ચમકી ઉઠે છે. સંસારવ7ી ગૃહસ્થ પણ પોતાની કતવ્યશીલતાના પ્રતાપે “ધર્માત્મા ” ના તેજસ્વી પદ પર આરૂઢ થઈ, પોતાની પ્રભાવશાળી
જીવન–અભાથી જગતને આલોકિત કરી મૂકે છે. : ન્યાયપુરસ્સર ધને પાર્જન, પત્નીવ્રત (સ્ત્રીને
અંગે પતિવ્રત), ઈશ્વર–પ્રણિધાન, દાન, તપ, પપકાર, નમ્રતા, નિર્લોભતા, સદભાવના અને વાગુપ્તિ એ દશવિધ ધમને ગૃહસ્થ જીવન સાથે મહાન સહચાર છે. એ ધર્મરૂપી “સર્ચલાઈટ” જેમના જીવનમાગ પર અજવાળું નાંખી રહી છે એવા ગૃહસ્થ પણ મહાત્માના પદ પર આસીન હાઈ, વંદનીય, સ્તવનીય હોય છે. સુતરાં, ગૃહસ્થક્ષેત્ર પણ ધર્મક્ષેત્ર છે.
ત્યાગ–માર્ગ કેવળ એઘામાં જ છે અને એવા વગર આત્મ-વિકાસને માગ કઈ પણ રીતે નજ સાંપડે, એમ જે કઈ કહેતા હોય તે એ તેઓની ગેરસમજ છે. આઘા વગર પણ અનેકાનેક આત્મજીવન
જીવ્યા છે અને આત્મ-વિકાસની પૂર્ણ દશાએ પહોંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com