________________
૩૧
સાથે બંધાયેલી છે, ન અનગ્નતા સાથે. તેનું ઉપાદાન તે આત્મસમાધિ છે. નગ્ન જ શ્રમણ કહેવાય યા અનગ્ન જ શ્રમણ કહેવાય એ અને માન્યતાઓ બ્રમાત્મક છે. નગ્ન અને અનન અને માર્ગો વેતામ્બરપ્રવચનમાં ઉપદેશાયલા છે. નગ્નને જ મુક્તિલાભ માનવાને આગ્રહ રાખ ન ઘટે. પન્દર ભેદે સિદ્ધિલાભનું વર્ણન બહુ ઉપયુકત છે કિન્તુ કેવલજ્ઞાન પ્રકટ થતાં કેવલીને ચોક્કસ દ્રવ્યલિંગ-વેષગ્રહણ કરાવવાને એકાન્ત આગ્રહ પણ સમુચિત નથી.
(૯) નું ભૂગોળ-ખળ-વિષયક ક્ષેત્ર બિલકુલ અણખેડાયલું પડયું છે. સમર્થ વિદ્વાનોએ તે વિષયમાં આધુનિક પદ્ધતિએ ખૂબ ઊહાપોહ કરી તે ઉપર સ્પષ્ટ પ્રકાશ નાખવાની જરૂર છે.
(૧૦) જેનદર્શનમાં “દ્રવ્યાનુગ” અને “ચરણકરણનગ” એ એવા મહત્ત્વપૂર્ણ વિષયે છે કે જેનું સુપલ્લવિત વિવેચન ભગવાનના ઉપદેશક-જીવનની મહત્તા દર્શાવવાને પુરતું છે. સ્વર્ગ-નરકાદિનું સ્થળ વર્ણન આપવું હોય તે સામ્પ્રદાયિક રીત મુજબ ટૂંકમાં આપવામાં વાંધે નથી.
(૧૧) ભગવાનના જીવન–ચરિતમાં ડગલે ને પગલે ઇન્દ્રાદિ દેવાને બોલાવી તેમને તસ્દી આપવાની જરૂર નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com