________________
૨૪
એ છે કે, બીમાર, રેગી-માંદાઓની માવજત અને સેવાશુશ્રુષા માટે મોટા પાયા પર હોસ્પીટલે ખેલવી; સાહમિવચ્છલ તો એ છે કે, બાઈઓના લાભ માટે પ્રસૂતિગૃહ ઉઘાડવાં, સાહસિવચ્છલ તે એ છે કે, સમાજની અંદર ઉચ્ચ કેળવણી અને ઉત્તમ શિક્ષાને પ્રચાર કરવાના હેતુઓ મહેતાં મહટાં વિદ્યાલય, વિદ્યાપીઠ, ગુરૂકુળ સ્થાપન કરવાં સાહમિવછલ તે એ છે કે, સમાજમાં ઉચ્ચ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત એવા બલવાનું આત્માઓ તૈયાર કરવા માટે મહાન બ્રહ્મચર્યાશ્રમ ખોલવાં સાહમિવચ્છલ તો એ છે કે, વિધવા બહેનોનાં કલ્યાણ ખાતર પવિત્ર વનિતામંદિરે ઉઘાડવાં; આ બધાં સાહમિવચ્છલ છે. દ્રવ્યવ્યય કરવાના આ પરમપવિત્ર માગે છે. આવાં ક્ષેત્રામાં કરાતે દ્રવ્યવ્યય–આવાં ક્ષેત્રમાં વાવેલું ધન પુણ્યાનુબંધી પુણ્ય પેદા કરે છે. આજે સમાજની ક સ્થિતિને વિચાર કરતાં ઉપર કહ્યાં એવાં સાહમિવચ્છ કરવાની સખ્ત જરૂર છે. એક ટંક કે
એ ટકે લાડવા પીરસી દેવામાં કંઇ સાહમિવચ્છલ સમાયું નથી. જમણવારમાં આવનારા કંઇ દાળ-રોટી વગરના હોતા નથી, કે તેમને જમાડવામાં પુણ્યના થોક બંધાય; અને એક–એ ટૂંક જમાત દેવાથી કંઈ દુખિયાનું દારિદ્રય પીટતું પણ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com