________________
નથી કરી શકયા. માનસશાસ્ત્રની દષ્ટિએ વિચારતાં, સંભવ છે કે, ભગવાનની માનસ પ્રકૃતિમાં દાક્ષિણ્યગુણની માત્રા વિશિષ્ટ પ્રમાણમાં હોય.
ભગવાનના ચરિત્રમાંથી વિચારકેને અનેક વિચારનાં સ્થાને પ્રાપ્ત થાય છે અને આજના નવ શિક્ષિતે તથા તર્કશકિતવાળાઓને અનેકાનેક જિજ્ઞાસાઓ ઉભી થાય છે. તેનાં સમાધાન લીટેલીટે ચાલનાર લકીરના ફકીરેથી થવાં મુકેલ છે. કેટલીક વસ્તુઓમાં માનસશાસ્ત્રની શૈલીથી વિચાર કરો પડે છે. કેટલીક બાબતમાં તે દેશ, કાળ, તે સમય અને તે પરિસ્થિતિ ઉપર દષ્ટિપાત કરવાનું હોય છે અને કેટલીક વાતમાં પાડોશીની હવા તો નથી લાગી ગઈ?” એ વિચારવું પડે છે. આ બધું કામ વિશાળબુદ્ધિધારક વિશિષ્ટ અભ્યાસીઓનું છે. એવા શ્રદ્ધા સમ્પન્ન વિદ્વાની વિચાર–ગવેષણા જે પ્રકાશ નાખી શકે તે બહુ વજનદાર અને મહત્ત્વપૂર્ણ હોય. લગભગ અઢી હજાર વર્ષ ઉપરની ભાવનાઓનું અને પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું એ કંઈ સહજ નથી–બહુ દુષ્કર છે; અને તે કાં કલપસૂત્રનાં પાનીયાં વાંચી જનારાઓથી ન થઈ શકે. તેમને જે પૂછવામાં આવે કે, “ માન્યું કે, અહંનું ક્ષત્રિયાદિ ઉચ્ચ કુલમાં જ ઉત્પન્ન થાય, બ્રાહશુદિ કુળમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com