________________
૧૬
લક્ષણ તે એ છે કે જેમાં કષાયે, વિષયો અને આહારને ત્યાગ કરાય; નહિ તે એ ખાલી લંધન છે. અતુ.
પજુસણનાં વ્યાખ્યાને મુકરર કરેલાં છે; એટલે. દરેક પજુસણે એનાં એ વ્યાખ્યાનનાં પારાયણ થયાં કરે છે. તે વખતે વ્યાખ્યાનના ઉપાશ્રયે શ્રોતાઓથી ઠઠ ભરાય છે. બબ્બે વખત વ્યાખ્યાને થાય છે. વ્યાખ્યાન પણ લાંબા હોય છે. સ્ત્રી-પુરૂના વાટ, અને બાલ-બચ્ચાંઓના કલબલાટ વચ્ચે શ્રોતાઓ સાંભળે કે ન સાંભળે, સમજે કે ન સમજે, ડાલાં ખાય કે બગાસાં ખાય, પણ મહારાજ સાહેબને તે નીતરતે શરીરે મુકરર કરેલાં પાનીયાં ગળું ફાવે. લબડધકકે પૂરાં કરવાનાં જ રહ્યાં !
આ સ્થિતિમાં, શિક્ષિત મુનિઓ પર્યુષણના દિવસમાં નવ્ય પદ્ધતિએ ભાવવાહી વ્યાખ્યાને કરી શકે છે, અને શ્રોતાઓના મુડદાલ જીવનમાં ચૈતન્ય રે તેમને પ્રાણવાન બનાવી શકે છે. જૂની ઘરેઠના શુષ્ક અને નિષ્માણ વ્યાખ્યાને સાંભળી સાંભળીને સમાજ ઉબકી પણ ગયું છે. વિદ્વાન સાધુઓએ તે મહાવીરસ્વામીના જીવનને વૈજ્ઞાનિક પદ્ધતિએ. સમજાવવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com