________________
પર્યુષણુ સંબધે કાંઇક!
પર્યુષણ એ જેનોનું મહાન પર્વ છે. બકે જેનોનાં બધાં ધાર્મિક પર્વેમાં તેને અવ્વલ નંબર છે. ચાતુર્માસ શરૂ થતાં સાધુઓ અને શ્રાવકનાં અન્તઃકરણમાં જે આનન્દ પ્રગટે છે તે પર્યુષણ પર્વને અંગે છે–તેને અનુલક્ષીને છે. પર્યુષણને અલગ કરી દઈએ તે ચાતુર્માસની સુગન્ધ કંઈ રહેતી નથી. શ્રાવકે સાધુઓને પોતાના ગામમાં કે શહેરમાં ચોમાસું રાખે છે-માસું રહેવા લાવે છે-દૂર દૂર જઈને પણ વિનંતિ કરી સાધુઓને મામું કરવા લાવે છે, એનું મુખ્ય કારણ પર્યુષણ પર્વને ઉજવવાની હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com