________________
અર્થ-કામનો ઉપદેશ અહિતકર.] ઉપદેશમાલા (પુષ્પમાલા) [અભિધેય વગેરે-૫ છે. (૭) જો ગુરુઓ પણ અર્થ-કામ સંબંધી ઉપદેશ આપે તો આ થયું– એક તો કુમારિકા કામના ઉન્માદવાળી થઈ અને એમાં વળી મોરલાએ ટહુકાર કર્યો. (૮) તેથી મહર્ષિઓ ક્ષતમાં ક્ષાર નાખવા તુલ્ય અર્થ-કામની કથા કરતા નથી. આ પ્રમાણે જાણીને જીવોના હિતમાં તત્પર અને જિનપ્રવચનમાં જોવાયેલા વિશુદ્ધ દાનાદિધર્મસંબંધી ઉપદેશોની માળા ગુંથવાની ઇચ્છાવાળા આચાર્ય આ કહે છે
जिणवयणकाणणाओ, चिणिऊण सुवन्नमसरिसगुणहूँ ।
उवएसमालमेयं रएमि, वरकुसुममालं व ॥२॥ ગાથાર્થ– જિનવચનરૂપ વનમાંથી સંગ્રહ કરીને સુવર્ણવાળી, અસાધારણ, ગુણપરિપૂર્ણ અને શ્રેષ્ઠપુષ્પમાળાના જેવી આ ઉપદેશમાળાને કરું છું.
વિશેષાર્થ- વન= નગરની પાસે રહેલું ઉદ્યાન.
ગાથામાં “સંગ્રહ કરીને” એટલું જ કહ્યું છે, કોનો સંગ્રહ કરીને એમ કહ્યું નથી. આથી “ઉપદેશોનો સંગ્રહ કરીને” એમ સમજી શકાય છે. કારણ કે ઉપદેશોને બીજાઓએ સાંભળ્યા નથી. આથી બીજાઓને સંભળાવવા માટે ઉપદેશોનો સંગ્રહ અહીં વિવક્ષિત છે.
અસાધારણ=મુક્તિને પ્રાપ્ત કરાવનારી હોવાથી સર્વગુણોમાં મુખ્ય બનેલી. સુવર્ણવાળી=અકાર વગેરે સારા વર્ણોવાળી. ગુણપરિપૂર્ણ જ્ઞાનાદિ ગુણોથી જ પરિપૂર્ણ.
પુષ્પમાળાના પક્ષમાં સુવર્ણવાળી એટલે શ્વેત વગેરે સારા વર્ણો(રંગો)વાળી અને ગુણપરિપૂર્ણ એટલે સૂતરના તાંતણાઓથી પરિપૂર્ણ.
આ- આ એટલે હૃદયમાં વિશેષથી ફરતી.
ઉપદેશમાળા- ઉપદેશ એટલે વચનોની વિશિષ્ટપ્રવૃત્તિ વિશેષ. જે ઉપદેશાય તે ઉપદેશ એવો ઉપદેશ શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ છે. તે ઉપદેશો અહીં પૂર્વે કહેલા કારણથી ધર્મસંબંધી જાણવા. માલા એટલે વિશિષ્ટ રીતે ક્રમથી સ્થાપવું. ઉપદેશોની માળા તે ઉપદેશમાળા.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જેવી રીતે માળી કોઈક ઉદ્યાનમાંથી પુષ્પોનો સંગ્રહ કરીને સારા વર્ણવાળી, અસાધારણ સૂતરના તાંતણાઓથી પરિપૂર્ણ પુષ્પમાલા બનાવે છે તેવી રીતે હું પણ જિનવચનમાંથી ઉપદેશોનો સંગ્રહ કરીને યથોક્ત ઉપદેશમાલાને કરું છું.
અભિધેય- અહીં “ઉપદેશમાળાને કરું છું.” એમ કહીને અભિધેયનો(= વિષયનો) નિર્દેશ કર્યો છે. કારણ કે આ શાસ્ત્રમાં ઉપદેશની જ પંક્તિઓને કહેવામાં આવશે.