________________
[૯] પ્લેટ નં. ૧માં આપેલાં છત્રોને પરિચય અહીં આપેલા નં. ૧ થી ૬ સુધીના છાપેલાં છત્રનાં ફેટા વડેદરા પાસે આકોટા ગામના ખેતરમાંથી વિ. સં. ૨૦૦૮ દરમિયાન નીકળેલી અને વડોદરા જેવા શહેરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલી ધાતુઓની મૂર્તિઓના લેવામાં આવ્યા છે, જે આઠમી શતાબ્દીથી લઈને તે પછીની શતાબ્દીના છે.
તે પછીના નં. ૭ થી ૧૦ સુધીના ડેટા પંદરમી, સોળમી અને અને સત્તરમી શતાબ્દીના પાલીતાણું ઉપરની સપરિકર મૂતિઓના છે. દેખીતી રીતે સ્પષ્ટ એક જ છત્ર દેખાય છે પણ તેની ઉપર બે છત્રની આકૃતિઓ ઉપસાવેલી સ્પષ્ટ દેખાય છે.
| નેધ:–તીર્થકરની મૂર્તિઓની અંદર જ કંડારેલાં અથવા ઢાળેલાં ત્રણ છત્રોનાં ચિત્રો બે હજાર વરસથી મળે છે અહીંયા તે છેલ્લાં ૧૪૦૦ વરસનાં ગાળામાં કંડારેલાં છત્રોનાં ચિત્રો લેટ નં. ૧, ૨ અને ૩ માં આપ્યાં છે. આવા સવળાં છત્રો સાથેની પાષાણ મૂર્તિઓનાં બીજા અનેક ફેટા મારા સંગ્રહમાં છે, પરંતુ વાચક માટે આટલા નમૂના પૂરતા થઈ પડશે.