________________
[ ત્રણત્રની વિચારણા
વિચારણ-૧ પ્રશ્ન--મૂલ લેકના મ શબ્દથી અને ટીકાના ઉત્તરોત્તર શબ્દથી ભગવાનનાં માથા ઉપર નાનું, પછી ઉત્તરોત્તર મેટાં એ અર્થ કરવામાં આવે છે. શું તે અર્થ શ્રી હેમચંદ્રાચાર્યજી ભગવંતને ઇષ્ટ હતો ખરે?
ઉત્તર–જવાબ એ કે તેઓશ્રીને જે એ અર્થ ઈષ્ટ હત તે એમના સમયની બિરાજમાન થએલી મૂતિઓમાંથી અવળાં છત્રવાળી થોડી પણ મૂતિએ આજે ગુજરાતમાં જેવા જરૂર મળતા પણ મળતી નથી. - બીજી વાત એ છે કે મનુષ્ય સ્વભાવનું એક લક્ષણ છે કે ચાલુ પરંપરાથી અલગ પડીને નવી માન્યતાનું પ્રતિપાદન કર્યું હોય તે, તે વ્યક્તિ પોતાની માન્યતાને પ્રચલિત કરવા,
સ્થાપિત કરવા, પાંચ પચ્ચીસ અવળાં છત્રની મૂતિઓ કરાવે જ પણ એમના સમયની (કે એમના સમય પહેલાંની ) અવળાં છત્રની મૂર્તિ ક્યાંય પણ જોવા મળી નથી.
ત્રીજી વાત એ કે કોઈવાર એવું પણ જોવા મળે છે કે મુખ્ય વ્યક્તિ પિતાની માન્યતા પ્રમાણેની મૂતિ કરાવી ન શકી હોય તે એમના શિષ્ય, પ્રશિ કે એમના ભક્તો નવી મૂતિઓ ઘડાવીને ગુરુની માન્યતાને જરૂર સાકાર કરી પ્રસિદ્ધિ આપે પરંતુ તે પણ જોવા મળતી નથી.
પૂ. હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષ પિતાનાથી પૂર્વે થયેલા અનેક મહાન આચાર્યોએ સેંકડે વરસથી સવળાં છત્રની પ્રામાણિત કરેલી, નિર્વિવાદપૂર્વક ચાલી આવતી