________________
ત્રણ છત્રની વિચારણા )
[ ૪૩ નોંધ – આચાર્યોએ સંમતિ સાથે પત્રમાં કંઈક વિશેષ પ્રકારે લખ્યું હતું, તે જ પત્રમાંથી જરૂરી નોંધ અહીં આપી છે.
(પત્ર-૨) શેઠ મેતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ-૪ વિ. સં. ૨૦૪૪ ના બીજા જેઠ સુદ ૧૦ ને શનિવાર
વિજય રામચંદ્રસૂરિ તરફથી જ્ઞાનાદિગુણગણાલકૃત આચાર્ય શ્રી વિજયયશેદેવસૂરિજી ગ્ય અનુવન્દના સુખશાતા સાથે લખવાનું કે
તમારા બધા પત્ર, લેખો વગેરે મલ્યા છે. વચમાં એક પહોંચ પત્ર લખ્યું હતું તે મળેલ હશે. તમારા પગેને જવાબ લખવામાં સંયેગવશ વિલંબ થયે છે.
શ્રી તીર્થંકર પરમાત્માની ઉપરનાં છત્રત્રયીની રચના સંબંધમાં તમારી વિચારણા સ્પષ્ટ કરતે લેખ વાંચે, ઉપલબ્ધ પ્રમાણે વિચારતાં હાલ તમે જે નિર્ણય ઉપર આવ્યા છે (શ્રી તીર્થંકરદેવની ઉપરનું છત્ર સૌથી મોટું, એની ઉપરનું એથી નાનું અને એની ઉપરનું એથીય નાનું Hઆવી આકૃતિ) એ બરાબર લાગે છે. હજુ પણ આ અંગે વિચારણા ચાલતી રહે અને અત્યારના આ નિર્ણયથી જુદો વિચાર કરે પડે એવાં નક્કર શાસ્ત્ર પ્રમાણે ન મળે ત્યાં સુધી ઉપર જણાવ્યા મુજબને નિર્ણય સ્વીકારીને ચાલવામાં મારી સંમતિ છે.”