________________
રણછત્રની વિચારણા ]
[૫૫ ઉત્તર : હા, એકદમ જોરદાર પુરો ગણાય. પરંતુ ચાંદીનાં સાંકળથી કે દેરીથી લટકાવાય છે, તે તે સહુ મરજી મુજબ સવળાં–અવળાં લટકાવે છે, તે તે છત્રોની વાત અહીં ગણતરીમાં લેવાની નથી. બે હજાર વરસથી સવળાં છત્ર મૂર્તિમાં જ બનેલાં મળે છે.
પ્રશ્ન ૬ શું અવળાં છત્રની એકેય મૂર્તિ જેવા નથી મળી?
ઉત્તર : આ પ્રશ્નને જવાબ આપતા પહેલાં જેન મૂર્તિ શિલ્પ અંગે ડી વાત જણાવું. પહેલી વાત એ છે કે આપણે
ત્યાં જિનમંદિરમાં પદ્માસનસ્થ સિદ્ધાવસ્થાની જિનમૂર્તિઓ બેસાડવાની પ્રથા ૮૫ થી ૯૦ ટકા છે. સિદ્ધાવસ્થાની મૂર્તિઓ એટલે કે પરિકર વિનાની હોય છે. દેશનાં મંદિરમાં માત્ર ૧૦ થી ૧૫ ટકા મૂતિઓ પરિકરવાળી હશે. છત્રને સંબંધ પરિકરવાળી મૂતિઓ સાથે જ રહે છે એટલે પરિકરમાં છત્રો અંદરથી કંડારીને બતાવવામાં આવે છે. પરિકરવાળી મૂર્તિઓમાં મૂતિશિલ્પનાં ઊંચાઈના હિસાબે કેટલાં છત્રો મૂકવાં તે અનુકૂળતા જેવી પડે છે, એટલે શિલ્પકારો ત્રણ ત્રે બતાવવાની અનુકૂળતા હોય ત્યારે ત્રણ છત્રે બતાવે છે પણ ત્રણ છવાળી મૂતિઓ દેશમાં ઓછા પ્રમાણમાં મળે છે.
જ્યારે એક છત્રનાં પરિકરવાળી મૂર્તિઓ તેથી વધુ મળે છે. દેખાવમાં એક છત્ર હોય છે પણ બીજા બે છત્રનું અસ્તિત્વ બતાવવાં ઉપર બે હાંસિયા કરીને ત્રણ છત્ર બતાવાય છે. શાસ્ત્રદષ્ટિએ પરિકરમાં ત્રણ છત્રો અથવા એક છત્ર પણ કરવાની પ્રથા છે.