________________
પ્રથમ “કેશમીમાંસા લેખનું આ અવતરણું વાંચી લે
જૈન સાધુ સંસ્થામાં પ્રસિદ્ધ વિતરાગસ્તોત્રને અભ્યાસી વર્ગ એ તેત્રના ચોથા પ્રકાશના સાતમા લેકને અર્થ, તેની ટીકાના અર્થ સાથે અનુસંધાન કરીને, તીર્થકરદે દીક્ષા લેતી વખતે માથાને અને દાઢીમૂછને લેચ કરે તે પછી તેના માથાના વાળમાં ન્યૂનાધિકપણું થતું નથી અને જીવનપર્યત ભગવાન લગભગ વાળ વિનાના જ હોય છે, આ વાત આ ટીકાકારે જ કરી છે. જો કે મૂલશ્લોકમાં તો એ વાતને ઈશારે પણ નથી. વાળ વધતા નથી એવી જોરદાર હવાના કારણે દીક્ષા પછીનાં જે ચિત્ર ચિતરાવવામાં આવતાં હતાં તે પણ વાળ વિનાનાં જ થતાં રહ્યાં. તે પછી મારા હસ્તક તૈયાર થઈ રહેલાં ભગવાન મહાવીરનાં ચિત્રો ચિતરાવવાના પ્રસંગે ભગવતીસૂત્રના મૂલપાઠ દ્વારા કેવલી અવસ્થામાં વાળનું અસ્તિત્વ હતું તે જાણ્યું, એટલે મનમાં એક પ્રશ્ન ખડો થયો કે અત્યારના અભ્યાસીઓની સમજણ જીવનભર વાળ હતા નથી એવી છે. બીજી બાજુ ભગવતીજી જેવું મહાશાસ્ત્ર વાળનું સ્પષ્ટ અસ્તિત્વ જણાવે છે તે બેમાં સાચું શું ? એ જોઈએ. શાસ્ત્રો-ગ્રન્થ તપાસી વ્યાપક વિચારણા કરીને સત્ય શોધી કાઢવું અને પછી મારે તીથ કરનાં ચિત્રો વાળવાળાં કરાવવાં કે વાળ વિનાનાં તેને નિર્ણય કરવો. તે પછી થોડું સંશોધન શરૂ કર્યું પણ અન્ય કારણસર પૂરતા પ્રમાણમાં કરી ન શકો. પછી
૧. આ પાઠ મૂલ લેખમાં આપે છે.