________________
પક !
[ ત્રણત્રની વિચારણા ત્રણ છત્ર અંગે રૂબરૂ કે પત્રો દ્વારા થએલી
થોડીક પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૧૨ આપે વિવિધ આધાર દ્વારા ત્રણ છત્રોનો જે અવળે જ કમ દર્શાવ્યું તે બરાબર પરંતુ તેથી વિપરીત છત્રે પણ હોઈ શકે એ ગ્રન્થલ્લેખ શું આપને મલ્ય જ નહિ?
ઉત્તર : ના, મલ્યું નથી. જે મ હોત તે આ લેખ લખવાની જરૂર ન રહેત. ભવિષ્યમાં પણ મળવાની મને કેઈ આશા નથી. ચમત્કાર થાય અને મળે તે જુદી વાત છે.
પ્રશ્ન ૨. ઉપરના પ્રશ્નમાં છત્ર લટકાવવાની વાત કરી તે શું મૂર્તિના ઘડતરની સાથે જ છત્ર કંડાર્યા હોય તેવી પણ મૂર્તિઓ મળે છે ખરી?
ઉત્તર હા, જરૂર મળે છે.
પ્રશ્ન ૩. આ મૂર્તિ પથ્થરની મળે છે કે એકલી ધાતુની મળે છે?
ઉત્તર : પથ્થર અને ધાતુ બંને માધ્યમ ઉપર બનાવેલી મળે છે.
પ્રશ્ન ૪. તે કેટલી જૂની હશે?
ઉત્તર : પાષાણની અંદાજે બે હજાર વર્ષ જૂની અને ધાતુની ચક્કસ કહી શકાય તેવું નથી છતાં પાંચમા સૈકા પછીની જોવા મળે છે.
પ્રશ્ન ૫. મૂર્તિની અંદર બનાવેલાં છત્ર મળે તે પુરા પૂરેપૂરે પ્રમાણભૂત ગણાય ખરે?