________________
પ૨]
[ત્રછત્રની વિચારણા
એટલે અમે જે કહીએ તે જ તમારે કરવાનું હોય. એ વખતે પૂજ્યશ્રીજીને મન જ્ઞાનના માપદંડ તરીકે મનમાં પદવી આવી ગઈ
પરમપૂજ્ય આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ
પ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ.ના સમુદાયના વિદ્વાન આ. પુ. હેમસાગરસૂરિજી મહારાજશ્રીને સાહિત્યમંદિરને લાભ મળે એટલા માટે વિનંતિ કરતાં તેઓશ્રીએ સાહિત્યમંદિરમાં પધારી લગભગ મહિને સ્થિરતા કરી. વિહારના છેલ્લા દિવસોમાં મને ત્રણ છત્રની વાત યાદ આવી ત્યારે ઠીક ઠીક ચર્ચા-વિચારણા કરેલી. પ્રત્યક્ષપ્રમાણ તરીકે પરિકરવાળાં ત્રણ છત્રોવાળાં ભગવાનના જે ફોટાઓ હતા, તે તેઓશ્રીને બતાવ્યા. વળી આગમમંદિરમાં જે રીતે અવળાં છત્રો કરવામાં આવ્યાં હતાં તે વાત પણ થઈ. મેં તેઓશ્રીને ખાસ વિનંતિ કરી કે બધા આચાર્યો જે સવળાં છત્રની માન્યતા સ્વીકારે તે એક નાનકડું પણ મહત્વનું કાર્ય એકીઅવાજે દેશમાં પ્રચારિત થાય. મેં નમ્રભાવે એ પણ જણાવ્યું કે મારી શરમે આપ હ નહિ પાડતા, અપના આત્માને જચે તે જ કહેજે, કદાચ મારી વાતમાં સંમત નહીં થાઓ તે મને જરાપણ દુખ કે રંજ નહીં થાય. કેમકે આ તે એક શાસ્ત્રની પ્રાતિહાર્યની વાત છે, સહુની છે, મારી પોતાની કોઈ અંગત વાત નથી, ત્યારે તેમણે કહ્યું કે તારી વાત મને સાચી લાગી છે. આટલી બધી મૂતિઓ ઉપર નજર સામે સવળાં છત્રો છે પછી મારે શું વિચારવાનું હોય! ત્યારે મેં કહ્યું કે આપ એક કાગળ ઉપર લખીને સહી કરી આપે, ત્યારે તેમણે કહ્યું કે તમે લખાણ કરી દે પછી હું વાંચીને સહી કરી આપું. તે પછી