________________
૫૦ ]
[ રણછત્રની વિચારણા
આનંદની વાત એ હતી કે ફક્ત બે નાનકડા પત્રથી વાત પતી ગઈ હતી. ન તેઓશ્રીએ મને કોઈ સવાલ કર્યો કે ન કઈ ટકોર કરી, જે કે સવાલ કરવા જેવું હતું પણ નહીં. કારણ કે હજાર વર્ષની આસપાસની મૂર્તિઓનાં સંખ્યાબંધ ફોટાઓ પિતાની નજરે જ્યારે નિહાળે ત્યારે અવળાં છત્રની વાતનું સ્મરણ પણ ક્યાંથી આવે!
પરમપૂજ્ય આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ
મુંબઈ શાન્તાક્રુઝના ઉપાશ્રયમાં પરમપૂજ્ય આચાર્ય શ્રીમાન વિજય રામચંદ્રસૂરિજી મહારાજને મળવાનું થયું. ત્રણજીત્રની પ્રશ્નોત્તરીની વાત તે વખતે કરી પણ અધૂરી રહી. ત્યારપછી મળવાને જેગ ન બને પરંતુ પાલીતાણામાં છત્ર અંગે જે લેખ મેં તૈયાર કર્યો હતો તે લેખ તેઓથી ઉપર મોકલી આપ્યો હતો. બાર મહિનાને અને લેખની પૂરી જાંચ કર્યા પછી તેઓશ્રીએ મુંબઈથી પત્ર દ્વારા (સરતી) સંમતિ આપી. સંમતિ વાંચીને આશ્ચર્ય સહ અનહદ આનંદ થયે. અનહદ આનંદ થવાનું કારણ એ હતું કે વરસોનાં વરસ થયાં જે જ્ઞાની પુરુષ દ્વારા ઉજમણાનાં છેડેમાં તથા જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં અવળાં છ જ (વીતરાગતેત્રની ટીકાના આધારે) થતાં રહ્યાં હતાં. પન્નારૂપાના ઉજમણાનાં તમામ છોડમાં કરાવેલાં અવળાં છો મારી સગી આંખે જોયાં હતાં. એક અગ્રણી સાધુ મને ઉજમણું બતાવવા સાથે હતા, મે તેમનું સહજ ધ્યાન પણ ખેંચ્યું હતું. આવી જ્ઞાનવૃદ્ધ વ્યક્તિ લેખ વાંચી ચાલી આવતી પરંપરાને માન આપવા “સાચું એ મારૂં' એ સૂત્રને ધ્યાનમાં રાખીને મારી સાથે ચર્ચામાં ઉતર્યા વિના ઉદારતા અને સરળતાથી