________________
૪૮ ]
। ત્રણત્રની વિચારણા
છત્રની બાબતમાં ક્યા કયા પૂ. આચાર્યાદિ મુનિરાજો સાથે વાતચીત થયેલી તેની ટૂંકી નોંધ
-ox
ત્રણ છત્રની બાબતમાં એકમતિ નિણૅય આવી જાય એ બાબત ૩૦ વરસથી મારા મનમાં ઊગી હતી એટલે જ્યારે જ્યારે આ વાત યાદ આવે અને વાત કરવા યોગ્ય આચાય મહારાજાએ આદિને ભેટો થઈ જાય ત્યારે ત્યારે ત્રણ ત્રનાં વાતની ચર્ચા હું. ઉપસ્થિત કરતા, પણ તે વખતે ત્રણ છત્ર અંગે વધુ પડતુ વિચારેલુ` નહિ, મુખ્યત્વે પરિકરવાળી તથા ત્રણુત્રસહિતની પથ્થર અને ધાતુની મૂર્તિ એના ફોટાઓનાં તથા એવાં અન્ય ચિત્ર વગેરેનાં આધારે વિચારણા થતી. એ ચર્ચા-વિચારણા ૬-૭ વ્યક્તિ સાથે કરેલી. પૂરા સંવાદ રસપ્રદ છે પણ અહીંયા સકારણ પૂરા ન આપતાં બહુ જ સંક્ષેપમાં રજૂ કર્યાં છે, કાની સાથે શું શું ચર્ચા-વિચારણા થયેલી તેની જાણવા જેવી ઘેાડી રસપ્રદ વિગતા નીચે આપુ છું.
પરમપૂજ્ય આ. શ્રી નંદનસૂરિજી મહારાજ
પૂ. આ. શ્રી નંદનસૂરિજી મ. ઉપર મે` એક પત્ર લખ્યા અને તેમાં બંને પ્રકારનાં છત્રા પેન્સિલથી દોરી બતાવ્યાં. મેં તેમણે લખ્યું કે સવળાં છત્રની પદ્ધતિ જૈનમ દિામાં છે અને અવળાં છત્રની પતિ અજૈન મંદિશમાં છે. ત્યારે તેમણે ક્રૂ પત્ર લખી જણાવ્યુ કે હું બહુ પ્રવૃત્તિમાં છું એટલે ટૂંકમાં જ લખું છું, એવું લખી જણાવ્યું કે સવળાં છત્રની પદ્ધતિ જૈનમંદિરોમાં છે તેમ નથી પણ સવળાં છત્રની પતિ અજૈનાની છે અને અવળાં છત્રની પદ્ધતિ આપણે ત્યાં છે,