________________
રણછત્રની વિચારણા ]
[૪૯ તેઓશ્રીને પ્રત્યુત્તર વાંચી હું તો વિચારમાં જ પડી ગયો કે આમ ઊલટું કેમ જણાવ્યું. આવી અનુભવી, સમર્થ, ચિંતનશીલ વ્યક્તિ અને એ લખે ત્યારે મુંઝવણ અનુભવાય પણ તેમના જવાબથી મને થયું કે તેઓશ્રીની સામે વીતરાગસ્તોત્રને શ્લેક અને તેની ટીકા જ હશે, એટલે નક્કી થયેલી સમજ મુજબ જ જવાબ મળે તે સ્વાભાવિક હતું.
બીજી બાજુ સવળાં છત્રનાં પ્રાચીન સંખ્યાબંધ ફટાઓ મારી સામે હતાં એટલે તેઓશ્રીની વાત હું કઈ રીતે સ્વીકારી શકું? એટલે મને થયું કે સવળાં છત્રનાં ફેટાવાળી ભગવાનની મૂર્તિઓનું પુસ્તક અને ફોટા વગેરે મેકલું તે તેઓશ્રીને અભિપ્રાય તરત જ બદલાઈ જશે. આ સમયે હું ગોડીજી ઉપાશ્રયમાં હતા. સાલ પ્રાયઃ ૨૦૨૩ની હશે. અમદાવાદના સથવારાની હું રાહ જોતા હતા ત્યાં પંડિતજી શ્રી માવજી દામજી શાહના સુપુત્ર ભાઈશ્રી જયંત શાહ મને મળવા આવ્યા. તેમણે મને કહ્યું કે હું કાલે અમદાવાદ જવાને છું. પાંજરાપોળનું કે કામકાજ હોય તે કહો એટલે તેમની જોડે સવળાં ત્રણ છત્રવાળી મૂર્તિઓનાં અનેક ફેટાનું પુસ્તક તથા કેટલાક છુટક ફટાઓ મોકલી આપ્યાં. અમદાવાદ પૂજ્યશ્રીએ જોઈને મારા ઉપર કાગળ લખી જણાવ્યું કે તારી વાત બરાબર સાચી છે. સવળાં છત્રની માન્યતા એ આપણે જેનેની છે એની મને ખાત્રી થઈ ગઈ છે. તે દિવસે તે હું બહુ કામમાં હતા તેથી વિશેષ વિચારવાનો સમય ન હતું એટલે ઉતાવળમાં લખી નાંખ્યું હતું. આ રીતે પૂ. આ. શ્રી નંદનસૂરિજી મહારાજે પણ સરલભાવ રાખી સત્યને આદર કરી સવળાં છત્રની માન્યતાને ટેકે આપ્યો હતો.
ત્રણ છત્ર ૪