________________
ત્રણત્રની વિચારણા ]
[ પર સહમત થાય, મારા જેવી નાની વ્યક્તિના લેખના પત્રને વાંચે, છેવટે તેને આદર કરે, શાસ્ત્રની સાચી વાતને સ્વીકાર કરે એ અસામાન્ય બાબત છે. પિતાની વરસો જૂની પ્રથા અને માન્યતાને છોડવામાં તેઓશ્રીને જરાપણ ખચકાટ ન થયે, નાનમ ન અનુભવી, ન એમને સ્વમાન હાનિ દેખાણું, આ બાબત બીજાઓ માટે ખરેખર એક દષ્ટાન્તરૂપ છે. એક વિશિષ્ટ વ્યક્તિ સાધુના શાસનનાં એક નાના સત્કાર્ય પ્રત્યે આદર રાખી સંમતિ આપે, એ આનંદ સહ ગૌરવની બાબત છે. શતશઃ ધન્યવાદ!
પરમપૂજ્ય આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ
ત્રીસ વર્ષ ઉપર વાલકેશ્વરથી પાયધુની આવતા ગુલાલવાડીમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના દર્શન કરવા ગયા ત્યારે તે વખતે છત્ર ઊંધાં હતાં. તે છત્ર મેં સવળાં કરી નાંખવાં કાર્યકર્તાઓને કહ્યું અને તેઓએ તે રીતે કર્યું અને તેની મને જાણ કરી. મહિના પછી ફરીથી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દર્શન કરવા જવાનું થયું ત્યારે ફરી પાછાં છત્ર સવળાં હતાં તે અવળાં કરી નાંખ્યાં હતાં તે જોઈને મેં મહેતાજીને પ્રશ્ન કર્યો કે પાછાં તમોએ છ કેમ ફેરવી નાંખ્યાં ? ત્યારે તેમણે કહ્યું કે ગેડીજીના ઉપાશ્રયમાંથી (પૂ. સુરિસમ્રાટુન) પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ દર્શન કરવા આવ્યા અને તેમણે કહ્યું કે આ છત્ર પાછાં કેમ ફેરવી નાંખ્યાં? ત્યારે મેં કહ્યું કે યશોવિજયજી મહારાજ અહીં પધાર્યા ત્યારે તેમણે કરેલી સૂચનાના કારણે અમેએ ફેરફાર કર્યો. ત્યારે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે યશોવિજયજી એ કંઈ આચાર્ય નથી,