________________
ત્રણ છત્રની વિચારણા ] મેં લખાણ કર્યું, તેઓશ્રીએ બરાબર વાંચીને સહી કરી આપી. પછી મેં તેઓશ્રીને કહ્યું કે જે જે અમદાવાદ ગયા પછી વિચાર બદલાઈ ન જાય, પરંતુ મને જે ઊંડે ઊંડે ભય હતો તે સાચે પડ્યો અને અમદાવાદ ગયા પછી મને કાગળ લખીને જણાવ્યું કે મારી સહી સાથેનું લખાણ મને પાછું મેલી આપશે. આ બાબતમાં તમને વિશેષ કંઈ પણ લખતો નથી. મારી ફરજ મુજબ તેઓશ્રીને સહી સાથેને કાગળ પાછો મોકલી આપે.
મુનિવર્ય શ્રીમાન અભયસાગરજી
ધર્મનેહી ગુણયલ મુનિવર શ્રી અભયસાગરજી સાથે છત્ર બાબતમાં ત્રણ-ચાર વાર વાર્તાલાપ થએલ. અમારી બે વચ્ચેની શિસ્તમર્યાદા એવી હતી કે મારી જોડે વાત કરવાની હોય ત્યારે અમે બે જણા જ હોઈએ, ત્રીજે સાધુ બેસે જ નહીં, વાત ગમે તે પ્રકારની હોય.
તેઓ પિતાની આરાધનાના નવકાર મહામંત્ર વગેરેનાં તમામ પટોમાં, ચિત્રમાં અવળાં છત્ર જ વરસોથી કરાવતાં રહ્યાં હતાં. પરસ્પર આદર-શ્રદ્ધા ઘણી હતી એટલે મુક્તમનથી વિચારણા થતી સવળાં છત્રની દલીલે સાંભળી વધુ વિચારવું જોઈએ એમ કહ્યું. તે પછી મેં પ્રેમભાવે વિનંતિ કરી કે આપ ભવિષ્યમાં જ્યારે નિર્ણય કરવો હોય ત્યારે કરજો, પરંતુ પરિકરવાળી મૂર્તિઓ ભરાવો તેની અંદર પથ્થરમાં ત્રણ છત્ર જે કરે તે સવળાં જ કરાવજે, જેથી ૨૫૦૦ વરસથી જળવાઈ રહેલી અખંડ પરંપરા અખંડરૂપે જ રહે અથવા તે માત્ર એક જ છત્ર કરાવજે.