________________
૪૬]
[ ત્રણ છત્રની વિચારણા સુઘાષા, કલ્યાણ, પ્રબુદ્ધજીવન માસિકમાં પ્રગટ થયેલ મારે લેખ વાંચીને જુદી જુદી વ્યક્તિઓએ લખેલા પત્રમાં જુદી જુદી રીતે લેખની અનુમંદના કરતાં શબ્દો-વાક્ય લખ્યાં હતાં તેમાંથી થોડાં લખાણનું સંકલન કરી અહીં થોડીક ને રજ
ખુલાસો-અમાએ કેઈના અભિપ્રાય માગ્યા નથી, સહજભાવે વાચકોએ લખ્યા છે.
* આપ આટલું બધું ઊંડું જ્ઞાન, વ્યાપક સમજ, બીજાઓને ઓછા ખ્યાલમાં આવે એવા અનેક ખ્યાલ ધરાવે છે તે જોઈને અમને ગૌરવ થાય છે. આપના જીવનની અને જ્ઞાનની એક નાનકડી પણ મેટી સિદ્ધિ છે. સ્વાસ્થ ઘણું પ્રતિકૂળ છતાં આપ કઈ રીતે આટલે બધે શ્રમ ઉઠાવી શકે છે તેની નવાઈ લાગે,
આપને લેખ વાંચીને હૈયું નાચી ઉઠયું. સૌરાષ્ટ્રના એક ખૂણામાં બેસીને એક નાનકડી બાબત ઉપર પણ આપ કેવું ઊંડું સંશોધન કરી સમાજને ઉપકાર કરી રહ્યા છે તે બદલ આપને ઘણું ઘણું ધન્યવાદ ઘટે છે. શાસનદેવ આપને બધી રીતે સહાય કરે એ જ શુભકામના !