________________
છત્રની વિચારણા ]
[ ૪૧ બનાવરાવવું હતું. ભગવાન મહાવીરનાં ચિત્રા પણ થઈ રહ્યાં હતાં, પ્રાતિહાય માં એક છત્રની જ બાબત એવી હતી કે જેમાં સવળાં–અવળાં બંને પ્રકારો રાખી શકાય. મારે નિણૅય કરવા હતા એટલે પૂજ્યપાદ્ આચાર્ય શ્રીજી ઉપર મેં પત્ર લખ્યા હતા અને તેમાં મેં ત્રણ છત્રનાં ખે પ્રકાર ( સવળાં અને અવળાં ) પણ બતાવ્યાં હતાં. તેમાં લખ્યું હતુ` કે—
પાષાણની પરિકરવાળી મૂર્તિ એની અંદર કાઇકમાં સ્પષ્ટ ત્રણ છત્ર, તે કાઇકમાં નીચેનું મેટું છત્ર અને ઉપર ખે છત્રને ખ્યાલ આપતાં એ આંકા–હાંસિયા પણ હતા, તે વાત પણ મે લખી અને હું પોતે ઉપર સૌથી નાનું, તેની નીચે બીજું તેથી માટુ અને તેની નીચે ત્રીજુ ભગવાનનાં માથા ઉપર વધુ મેટું, આ રીતના ક્રમ સાચા છે એમ દૃઢતાથી માનું છું. કેમકે અવળાં છત્રના શાસ્ત્રીય કે મૂર્તિચિત્ર દ્વારા કાઈ પુરાવા આજસુધી મને મળ્યા નથી. શાભા અને સુ ંદરતાની દૃષ્ટિએ પણ સવળાં ત્રણ છત્ર ખૂબ જ સુ ંદર, શાભાસ્પદ રચના છે અને બીજી બાજુ સવળા ત્રિક।ણાકાર હાવાથી પણ જોનારને આનંદ આપનાર છે. આપ ઊંડા નાની અને બહુશ્રુત પુરુષ છે તે સેવકને સ્પષ્ટ જવાબ આપવા કૃપા કરશેશજી.
મારા પત્રના જવાબમાં તેઓશ્રીએ વિ. સ. ૨૦૨૪, પોષ વદિ–ર, બુધવાર, તા. ૧૭–૧–૬૮ના દિવસે મુનિપ્રવર શ્રી નીતિપ્રભવિજયજી મ. પાસે જે પત્ર લખાવરાવ્યા તે પત્ર નીચે આપીએ છીએ, આ પત્રમાં અવળા વિકલ્પના જરાપણ સ ંકેત કર્યાં નથી, તેમજ અતિસ્પષ્ટ શબ્દોમાં સવળાં છત્રની વાત લખી છે તે અને વાત વાચકો બરાબર ધ્યાનમાં રાખે.