________________
[ ૩૯
ત્રણ છત્રની વિચારણા ] છે. આપની પાસે ગ્રન્થો પણ છે તે આપ જોઈ જશે તે અમને લાગે છે કે આપને પણ ખાતરી થઈ જશે. અવળાં છત્રની માન્યતા સાચી નથી. પાલીતાણું લિ. નંદલાલ સી. સેમપુરાના વંદન શ્રી નંદલાલભાઈ શિલ્પગ્રન્થના શ્રેષ્ઠ રચયિતા છે.
એક ખુલાસે આચાર્યપ્રવરોએ ત્રણ છત્રનાં મોકલાવેલાં મારા લેખની ચકાસણી પૂરી કરી હોય, અધૂરી કે ઓછીવત્તી પણ કરી હોય તે બનવાજોગ છે, છતાં તેઓ સહુ પિતાની આંખે સવળાં છો વરસોથી જોતાં આવ્યાં છે. એ વાત તેમની નજર સામે બરાબર હતી એટલે મારા લેખની સવળાં છત્રની માન્યતાને સંમતિ આપવામાં તેમને આ પણ એક પ્રબળ કારણ હશે જ એટલે સંમતિ આપનારા સહુ આચાર્યાદિ મહાનુભાવોએ સમજી વિચારીને જ સંમતિ આપી છે, અને એ સંમતિ એ સે ટકા સાચી છે. હવે આવેલ સંમતિ પત્રોમાંથી જરૂરી નોંધ રજૂ થાય છે.