________________
૩૬ ]
[ ત્રણઋત્રની વિચારણા
શિલ્પશાસ્ત્રનાં આધારે સ્પષ્ટ થાય છે કે ત્રણ છત્ર ભગવાનનાં માથા ઉપરથી જ શરૂ કરીને ઉપર ક્રમ ગણવાના છે.
ઉપરના શ્લેાકમાં સ્પષ્ટ લખ્યુ છે કે પહેલું છત્ર દશ અંગુલનું, ખીજુ` આઠે અંગુલનુ અને ત્રીજુ` છ અંગુલનુ એટલે ભગવાનનાં માથા ઉપરથી શરૂ કરીએ ત્યારે પહેલું માટું, ખીજું તેનાથી નાનુ... અને ત્રીજુ તેનાથીય નાનુ આ રીતે સ્પષ્ટ વાત જણાવી છે.
આથી શિલ્પનાં ગ્રન્થા પરિકરમાં ત્રણ છત્ર બનાવવાની વાત લખે છે પણ એકની વાત કરતાં નથી. મૂર્તિ નાની હાય એટલે પરિકર નાનું મનાવવું પડે. તે વખતે એક જ છત્ર અનાવીને તેની ઉપરના ભાગમાં ખીજા' એ છત્રને ખ્યાલ આપતાં હાંસિયા બનાવવામાં આવે છે. જ્યાં જ્યાં પરિકરની મૂર્તિ એ એક છત્રવાળી હોય ત્યાં વાચકાએ જોઈ ને ખાતરી કરી લેવી.
સવળાં છત્રની વાત જૈન શાસ્ત્રકારોએ કહી છે. એ જ વાત શિલ્પના ગ્રન્થાએ કરી છે. કોઇપણ સામપુરા કે શિલ્પીએના અભિપ્રાય ત્રણેયકાળમાં વિપરીત હાઈ શકે જ નહિ અને કદાચ કેાઈ અજ્ઞાન આછું ભણેલા શિલ્પીઓ કહે તે તે અભિપ્રાય તદ્દન ખોટો સમજવે.
તારવણી
* ઉપરના લખાણથી એ નક્કી થયું કે સવળાં છત્રની શાસ્ત્રીય માન્યતા એ સ`પૂર્ણ સાચી છે. અવળાં છત્રની માન્યતાના શિલ્પશાસ્ત્રમાં કયાંય ઉલ્લેખ નથી. એ ખામતમાં શિલ્પના ગ્રન્થાની વાત તદ્દન સ્પષ્ટ છે.