________________
રણછત્રની વિચારણા ]
[ કા મૂતિઓ જોઈ, તે તમામ મૂતિઓનાં છત્ર સવળા ત્રિકોણ કારનાં જ હતાં. મારી પાસે ત્રણ છત્રનાં પુસ્તકે, ફોટાઓ છે. તેમાં આ ધરતી ઉપર અવળાં આકારનાં છત્રવાળી એક પણ મૂવિ મારા જેવામાં આવી નથી.
પરિકરવાળી મૂર્તિઓ અંગે પાલીતાણા તીર્થ તથા ભારતનાં અન્ય જૈન તીર્થો, પહાડ, મંદિરમાં બિરાજમાન કરેલી મૂતિઓમાં પરિકરવાળી મૂર્તિઓ પણ છે, પણ કેટલીક મૂતિઓમાં સ્પષ્ટ રીતે ત્રણ છત્ર કરવાની અનુકૂળતા ન હોવાથી ત્રણ છત્રો કર્યા નથી એટલે એક છત્ર તે સૌને દેખાય એવું કરેલું હોય જ છે અને તે છત્રના ઉપરના ભાગમાં બીજાં બે છત્રનું સૂચન કરનારાં એક દોરાની અથવા બ-બે દોરાની ઊંચાઈવાળા હાંસિયા પાડેલા હોય છે. કેટલીક મૂર્તિ એમાં હાંસિયાની પણ જગ્યા ન હોય તે એક પછી એક એમ પતલી બે રેખાઓ ઉપસાવેલી હોય છે, અને એ ત્રણ ત્રેની પૂર્તિ માટે જ કરવાની વર્ષો જૂની પ્રથા છે. સૌને મૂર્તિશિલ્પમાં રસ ન હોય તેને આની ખબર ન હોય પણ પાલીતાણા જાવ ત્યારે પરિકરવાથી અનેક મૂતિઓ જેજે અથવા વિહારમાં દહેરાસરેમાં સપરિકર મૂતિ હોય ત્યારે તેની ઉપરનાં છત્ર ઉપર નજર ફેરવજે તો પણ બે હાંસા જરા ઉપસાવીને આંકેલાં દેખાશે.
| દિગમ્બર મૂર્તિઓમાં સવળાં જ છત્રો છે
દક્ષિણ ભારતનાં દિગમ્બરનાં તીર્થોની તમામ પાષાણધાતુમૂતિઓ ઉપરનાં અંદર બનાવેલાં છત્રે સવળાં જ છે,