________________
૩૦ ]
[ ત્રણ છત્રની વિચારણું સુધીની નાની ધાતુની મૂતિઓમાં પણ અંદર જ સ્પષ્ટ રીતે ધાતુનાં છત્ર ઉપસાવેલાં હતાં. તે પણ આગમને અને તદનુસાર મારી માન્યતાને જ અનુસરતાં સવળાં જ બનાવેલાં હતાં.
(૩) આ સિવાય છેલ્લાં ૧૦૦૦-૧૨૦૦ વરસની ઢગલાબંધ તામ્બર-દિગમ્બર મૂતિઓમાં ઇંગ્લીશ A કે A ત્રિકોણાકારની જેમ ભગવાનનાં માથા ઉપરનું પ્રથમ મેટું, તેની ઉપર તેથી નાનું અને તેની ઉપર તેથીય નાનું, આ રીતે છત્ર પથ્થરમાં બનાવેલાં હતાં, અને આજે પણ છે, જેના ફેટા સરકારી મ્યુઝિયમમાં તથા મૂતિશિલ્પનાં છપાએલાં અનેક ગ્રન્થમાં જોવા મળે છે. તે ઉપરાંત મથુરાના કંકાલીટીલાની કાળમીંઢ પથ્થરની ૩/૩ ફૂટ કે તેથી વધુ મેટી મૂતિઓમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. ઇતિહાસમદધિ પૂ. આ. શ્રી ઇન્દ્રસૂરિજીના લખેલાં (પ્રાય:) ભગવાન મહાવીર ચરિત્રનાં પુસ્તકમાં છાપેલ મૂર્તિ ચિત્રમાં પથ્થરમાં જ બનાવેલાં છત્રે સવળાં જ છે. સમગ્ર ભારતમાં અવળાં છત્રોવાળી એક પણ મૂતિ
હજુ સુધી જોવા મળી નથી સવનાં ત્રણ છત્રોવાળી પ્રાચીન મૂતિઓ ભારતમાં પાર વિનાની છે. મંદિરમાં રહેલી ગુફાઓમાં રહેલી, દક્ષિણ ભારતમાં પહાડની શિલાઓમાં કતરેલી ધાતુ કે પાષાણની સેંકડે મૂતિઓ મેં જોઈ. એમાં એક પણ મૂતિ ઊંધાં ત્રિકોણ આકારનાં અથવા અવળાં આકારનાં છત્રવાળી ન જોઈ. જોડાજોડ ગોખલાઓ બનાવી તેમાં કંડારેલી ૧૦, ૧૫, ૨૫