________________
લેખકના બે શબ્દો સુજ્ઞ વાચકને !
ત્રણ છત્ર કેવી રીતે રાખવાં તેને પ્રત્યક્ષ પુરા ભારતભરમાં બિરાજમાન કરેલી સેંકડો પ્રતિમાઓ જોરશોરથી જવાબ આપી રહી છે. આખા દેશમાં એક જ પ્રકાર પ્રવતે છે. સેંકડે વરસનાં મંદિરનાં ભીંતચિત્ર, કપડાં–કાગળ ઉપરનાં ચિત્રે, વિવિધ માધ્યમે ઉપરની પ્રાચીન મૂતિઓમાં પણ સવળે પ્રકાર જ વિદ્યમાન છે, અવળે પ્રકાર ક્યાંય દેખાય જ નથી, તે જોતાં ત્રણ છત્ર ઉપર મેં લેખ લખે ન હોત તે પણ તેની જરૂર ન હતી. કેમકે સિદ્ધ થયેલી બાબતમાં કંઈ કલમ ચલાવવાની જરૂર ન હોય. એટલે મારે લેખ યોગ્ય લાગે કે ન લાગે, કઈ વાંચે કે ન વાંચે એની કઈ ચિન્તા કરવાની જરૂર નથી. કેમકે મેં લેખ તે હાથે કંકણું ને આરસીની જેમ, ભારતભરમાં પ્રત્યક્ષ રીતે સિદ્ધ થએલી પ્રથાને પુષ્ટિ આપવા ખાતર જ લખે છે. જે મને વિકલપે અવળાં છત્રો પ્રતિમાજીની અંદર બનાવેલાં એકાદ સ્થળે પણ મલ્યાં હત તે આપણે માટે બંને વિકલ્પ માન્ય રહેત, પણ તેમ બન્યું નહીં.
ધાતુ કે આરસનાં પરિકમાં કંડારેલાં છત્રનાં પ્રત્યક્ષપ્રમાણથી સવળાં ત્રણ છત્ર તે સિદ્ધ જ છે પણ શિલ્પશાસ્ત્રનાં હિસાબે પણ હું જેને સવળાં છત્ર કહું છું તેની જ વાત તે કરે છે, એટલે પ્રત્યક્ષપ્રમાણથી અને શિલ્પનાં પ્રમાણથી પ્રત્યક્ષ થએલી પ્રથાને સહુએ ભાવપૂર્વક આદર કરવો જોઈએ. ખરી રીતે આ પ્રશ્નને કઈ ચર્ચા-વિચારણાની જરૂર જ નથી.
–ચશે દેવસૂરિ