________________
૧૪ ]
|| ત્રણત્રની વિચારણા નાનાં આ રીતે સ્પષ્ટતા કરી હત, તે છત્રને પ્રશ્ન જ ઊભો થયો ન હત અને મારા જેવાને બુદ્ધિની કસરત કરવી ન પડત.
બીજી વાત-જે કે આપણી પાસે વીતરાગસ્તોત્ર, તેની ટીકા હેત કે ન હેત તે પણ સવળાં છત્રોને પ્રત્યક્ષ પુરા સંખ્યાબંધ સ્થળે વિદ્યમાન છે એટલે તેને બીજા કેઈ જ પુરાવાની જરૂર નથી. એમ છતાં શબ્દો દ્વારા અકાટય અતિ પ્રબળ પુરા જોઈ તે હેય તે મૂતિશિલ્પને ગ્રન્થ પૂરો પાડે છે, જેમાં પગથી લઈને માથા સુધીનું મૂર્તિનું ઘડતર કેમ કરવું તેનું વિધાન બતાવવામાં આવે છે. મૂર્તિ શિલ્પના ગ્રન્થ હજારે વરસથી લખાએલ છે. તેના દ્વારા લાખ મૂર્તિઓ ઘડાઈ છે, ઘડાઈ રહી છે અને ઘડાતી રહેશે. આવા ગ્રન્થ સદાને માટે વિવાદથી પર હોય છે, એટલે એની સામે કોઈને કશું કહેવાપણું હેતું નથી. એમ છતાં સવળાં છત્રની ચાલુ પરંપરાને છોડીને શ્લેક-ટીકાને અર્થ બીજી રીતે ઘટાવીને અવળાં છત્રની વાત ભાર દઈને રજૂ કરે છે ત્યારે વાચકોની આગળ શ્રી હેમચંદ્રાચાર્યજીને મૂલ શ્લેક અને તેને અર્થ મારા દૃષ્ટિકોણથી જે હું સમજ્યો છું તે અહીં રજૂ કરૂં છું.
સાથે સાથે એક વાત એ પણ જોરશોરથી રજૂ કરી દઉં કે ચર્ચા કરે ત્યા ન કરે, ચર્ચા ગમતી હોય કે અણગમતી હેય, સાચી હોય, ખોટી હોય કે મિશ્ર હોય, જે હોય તે પણ તે ચર્ચાથી સવળાં છત્રની અવિચલ વ્યવસ્થાને કશી આંચ આવવાની નથી.