________________
જી
૨૨ ]
[ રણછત્રની વિચારણા આટલી જ બાબતને જણાવવાનું છે, પણ “ઉત્તરોત્તર” શબ્દ છત્રની (એકબીજાથી નાની કે મોટી) આકૃતિઓની વાત વ્યક્ત કરતા નથી. - આ ઉપરથી તાત્પર્ય એ નીકળ્યું કે શ્રી હેમચંદ્રાચાર્યજીના શ્લેકને અનુસરતી વાત ટીકાકારે પણ કરી.
ટીકાકારને “પુણ્યદ્ધિ'ના અર્થસૂચક સમ્યક્ત્વ એટલે નાનું, દેશવિરતિ એટલે મોટું અને સર્વવિરતિ એટલે એથીય મોટું એ જે અર્થ ઈષ્ટ હેત તે ટીકાકાર પોતે ટીકામાં તત્ત્ મારપત્રત્રચી એ લખ્યા પછી તેઓશ્રી લખત કેसम्यक्त्वशब्देन आद्यं छत्रं लघु, देशविरतिशब्देन द्वितीयं छत्रं प्रथमछत्रात् विस्तीर्ण भने सर्वविरतिशब्देन द्वितीयादपि अधिकं विस्तीर्ण तृतीयं छत्रं अनेन प्रकारेण छत्रत्रयी ज्ञातव्या। અથવા જનાબળ છત્રમ આવે કશે ઉલ્લેખ કર્યો નહિ.
ટીકાકારે ટીકામાં વિવેચન, ચર્ચા આદિ કરીને અન્તમાં તેને મુખ્ય સાર કે સમગ્ર કથનને નિષ્કર્ષ આપે છે, જેને નિર્વચન પણ કહે છે. પણ એમણે છત્રનાં કમ બાબતમાં કે તેની સાઈઝ બાબતમાં કશી પણ સ્પષ્ટતા કરી નથી એ એક ઘણી જ સૂચક બાબત છે, એટલે માપ–પ્રમાણ કે સાઈઝની કઈ વાત કરી નથી.
પ્રશ્ન—નિર્વચન કેમ ન કર્યું?
ઉત્તર–તેનું કારણ એમ સમજી શકાય કે એમણે શ્રી હેમચંદ્રાચાર્યજીએ જે કહ્યું તે જ કહેવાનું હતું. તેમણે કંઈ નો અર્થ કે નવું વિધાન કરવું હતું જ નહિ. શ્રી હેમચંદ્રા