________________
ત્રણ છત્રની વિચારણા |
[ ૧૩ એટલે તે વખતે મૂર્તિઓના ફોટા જોવા મળતા ન હતા, એથી દેશની અંદર છત્રની પ્રત્યક્ષ શું વ્યવસ્થા છે એને ઉપલક દષ્ટિએ પણ તાગ મળતો ન હતો. જ્યારે આજે તે એ કામ બહુ સુલભ થઈ ગયું છે, એટલે પછી તે વખતે માત્ર એક વીતરાગસ્તોત્રને શ્લોક અને તેની ટીકા સાધુની નજર સામે મુખ્ય હતા, તેથી એકને જ આશ્રીને વ્યવસ્થા સમજવાની હતી. જ્યારે આજે તે મેં ઉપર કહ્યું તેમ એક ઠેકાણે બેસીને આખા દેશમાંથી દૂરદૂરથી પણ મૂતિઓના ફેટાઓની વ્યવસ્થા કરી શકાય છે, અને આજે હું અધિકારપૂર્વક કહી શકું કે વેતામ્બર-દિગમ્બરની મૂર્તિઓના દેશ-પરદેશના સેંકડો ફેટાઓ મેં જોયા છે તેટલા ભાગ્યે જ બીજા કોઈ સાધુને જેવાને ચાન્સ મ હેય.
સમગ્ર લેખની ભૂમિકા પૂરી થઈ
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજીના શ્લોકને અર્થ કરતાં પહેલાં
થોડુંક અવતરણ રજુ કરું અવતરણ–આગમમાં ઈજાતિછત્ત શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે. તેની ટીકા કરતા ટીકાકારે = અતિગબ્ધ છ– એટલે ત્રણ છત્ર ઉપરાઉપરી છે એટલી જ ટીકા કરીને અટકી ગયા પણ તેની જગ્યાએ ટીકાકારે એકાદ જગ્યાએ પણ જે સેંકડો વરસથી ચાલી આવતી સવળાં છત્રની અવિચ્છિન્ન પરંપરાને શબ્દો દ્વારા વાચા આપી હોત, એટલે કે ભગવાનનાં મસ્તક ઉપરનું પ્રથમ છત્ર મોટું, પછી ઉત્તરોત્તર નાનાં