________________
ત્રણ છત્રની વિચારણું |
[ ૧૭ વસ્તુ સિદ્ધરૂપે રહે, એને પુષ્ટિ મળે, એનું રક્ષણ થાય એને
ખ્યાલ રાખીને સિદ્ધવસ્તુને બુદ્ધિના કેન્દ્રમાં રાખીને જ વિચારવાની હોય છે. સિદ્ધવસ્તુ નબળી પડે કે અસિદ્ધ થઈ જાય તે રીતે શંકા-કુશંકા, ચર્ચા કે વિચારણા કરવાની હતી નથી એટલે તે ખ્યાલ રાખીને શ્રી હેમચંદ્રાચાર્યજીના લેકના અર્થને અને એની ટીકાના અર્થને હું જુદા દષ્ટિકોણથી સમજાવવા માગું છું. આજ સુધી આપણા આચાર્યપ્રવરે, મુનિરાજે, વિદ્વાને વગેરે લગભગ છેલ્લાં ૬૦-૭૦ વરસથી પરંપરાથી ચાલ્યા આવતા પ્રચલિત અર્થને જ કરતા આવ્યા છે. तवोर्ध्वमूवं पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी।
(વીતરાગસ્તોત્ર) મારું ધ્યેય ચાલી આવતી સવળાં છત્રની અખંડ પરંપરાને જીવિત રાખવાનું હોવાથી એક વખતે મેં વીતરાગસ્તોત્રના લેક અને તેની ટીકા ઉપર બરાબર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાલી આવતી અર્થની પરંપરાથી પર થઈને વિચાર્યું ત્યારે લાગ્યું કે લેક અને ટીકા, ત્રણછત્રનાં માપ (સાઈઝ)ને એટલે કે તે કેવી રીતે હાવાં જોઈએ તે વાતને બિલકુલ જણાવતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યજીને લેક અને તેની ટીકા બંને છત્ર કેમ લટકાવવાં એટલી જ વાત કરે છે, પણ તે છત્રનાં ક્રમાંક (સાઈઝ) અંગે લેશમાત્ર સૂચન કરતા નથી. લટકાવવાની વાત એટલા માટે કરી કે ત્રણ છત્ર આડાં લટકાવવાનાં નથી, ઊભાં લટકાવવાનાં છે એ જણાવવા માટે તેમને કર્થ કર્થે બે ત્રણ છત્ર ૨