________________
૧૬ ]
[ ત્રણ છત્રની વિચારણા
ઉપર, ગુફાઓની અંદર છત્રોવાળી અનેક મૂતિઓ જોઈ છે અને સર્વત્ર એક જ પ્રકાર જેવા મલે છે. તપાસ કરાવવા છતાં હજુ પણ ઊલટો–અવળે પ્રકાર કયાંય પણ જોવાજાણવા મલ્યું નથી. આવું એકસરખું એક જ પ્રકારનું ધોરણ જોવા મળતું હોય ત્યારે વીતરાગસ્તોત્ર વગેરેના શાસ્ત્રપાઠ તપાસવાની કે ચર્ચા કરવાની જરૂર જ શું રહે? જે સવળાં અને અવળાંને વિકલ્પ જોવા મળ્યું હોય તે ચર્ચા વિચારણાને સ્થાન રહે, પણ જ્યારે કેઈપણ આચાર્ય, સાધુ કે કોઈપણ સંઘ, સેંકડે વરસેથી માત્ર એક સવળાં પ્રકારનાં જ છત્ર કરાવતાં હોય ત્યારે વિશેષ વિચારવાનું સ્વાભાવિક રીતે જ ન રહે. પૂ. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીને રચેલો વીતરાગસ્તોત્રને લોક અને તે ઉપરની શ્રી પ્રભાનંદમુનિજીની ટીકા પણ મારા મંતવ્ય મુજબ એક સવળાં પ્રકારને જ પુષ્ટિ આપે છે એવું મને ચિંતન કરતાં ચક્કસ સમજાયું. શાથી સમજાયું છે? તે વાત આગળ જણાવું છું. '
બીજુ આપણા પૂર્વજોએ “વિશ્વ ઇતિઃ જિતના” એવું રેડસિગ્નલ જેવું નીતિવાક્ય આપ્યું છે, જે વિદ્વાનમાં ખૂબ જાણીતું છે. વાત એમ છે કે શાસ્ત્રપાઠ એવી ચીજ છે કે જુદા જુદા વાચકે પતતાની સમજ પ્રમાણે અર્થ તારવે, કેણ શું અર્થ કરશે અને શું નહિ કરે તે કહી શકાય નહિ
એ પરિસ્થિતિને વિદ્વાનેને ખ્યાલ હોવાથી હજારે વરસથી સિદ્ધ થએલી, ચાલી આવતી પ્રચલિત જે વસ્તુ સિદ્ધરૂપે થઈ ગઈ હય, સિદ્ધાન્ત બની ગઈ હોય, તે સિદ્ધ થઈ ગયેલી