________________
ત્રણ છત્રની વિચારણા ]
[૧૧ સાતે નરકની અપેક્ષાએ સૌથી નીચેનું છત્ર મેટું અને તેની ઉપરનાં છત્ર ઉત્તરોત્તર નાનાં થતાં જાય. એટલે નરકોને પણ છત્રનાં નામથી જ ઓળખાવવામાં આવી છે. તદ્દન નીચેનું છત્ર મેટું, તે પછી ઉપરની લંબાઈ માટે ઉત્તરોત્તર બે નાનાં એ રીતે તુલના કરવાની હતી. સાત નરકને આકાર સ્વાભાવિક રીતે ત્રણ છત્રનાં ક્રમને સૂચવનારો છે, એમ જે મેં કહ્યું હતું તે સાત નરકના આકાશવતી બહારની આઉટલાઈનને ખ્યાલ રાખીને સૂચવ્યો હતો. તેને પુરા શું? તે મેં લેખમાં લખ્યું હતું કે ત્રણ, પાંચ કે સાત નરકેને આકાર ઊંધાં વાળેલા કૂડાં જેવો છે, એટલે સાત નરકને દૂરથી સમુચ્ચયે જુએ તે બહારની આઉટલાઈનથી તે ત્રણ છત્રનાં આકારને મળતી આવે છે. એટલા પૂરતી સાત નરકની વાતને યાદ કરવી પડી. બાકી સીધી રીતે સૂચવવું અનિવાર્ય ન હતું.
જેમ નરકનાં છ માટે લોકપ્રકાશકારે, ઠાણુગ' સૂત્રકારે
૧. શ્રી સ્થાનાંગ સૂત્રના ૭માં ઠાણમાં સાંકેતિક-પારિભાષિક છત્તાતિછન્ન-છત્રાતિ શબ્દનું નિર્વચન કરતાં ટીકાકાર મહર્ષિ વિગ્રહ કરે છે...છત્રમતિ છä છત્રાતિછન્ન તસ્ય સંસ્થાનં- , अधस्तनं छत्रं महत् उपरितनं लघु, इति तेन संस्थिताः छत्रातिछत्रસંથાવસ્થિત સૌથી નીચેનું છત્ર મેટું, તેની ઉપરનાં ઉત્તરોત્તર નાનાં નાનાં. આ પ્રમાણે રહેલ નરક છત્રાતિછત્ર આકારે રહેલી છે એમ કહેવાય.