________________
ત્રણ છત્રની વિચારણા ]
સર્વત્ર એક જ પ્રકાર વિદ્યમાન હોય ત્યારે મને સંમતિ આપનારા આચાર્યોએ શાસ્ત્રપાઠની ચકાસણી કરી હોય કે ન કરી હય, પૂરતી કરી હોય કે અધૂરી કરી હોય તે પણ પ્રત્યક્ષપ્રમાણ તરીકે સવળાં જ છત્રને સતત જોયાં હોય ત્યારે સ્વાભાવિક છે કે તેઓ સવળાં છત્રની માન્યતાને ટેકે આપે અને પ્રત્યક્ષપ્રમાણ એ સર્વોચ્ચ પ્રમાણ છે, તે સર્વત્ર સર્વોચ્ચકોટિનું નિઃશંક અને નિર્વિવાદ પ્રમાણ ગણાય છે, એટલે સવળાં છત્ર સાધુ-સાધ્વીજીની નજરમાં આવતાં જ હેય તેથી અનુકૂળ જવાબ મને મળવા પામ્યા. આચાર્ય મહારાજોના જવાબ આવી ગયા પછી મારા લેખની વિરુદ્ધ અને તરફેણમાં વધુ વાચક તરફથી જવાબ મળે અને તેથી નિર્ણય કરવામાં વધુ અનુકૂળતા રહે એટલા માટે એ લેખ મેં સુષા અને કલ્યાણ માસિકમાં છાપવા મેકલાવ્યું. એમાં લેખ પ્રગટ થયા પછી આપણું સામાજિક જે પરિસ્થિતિ છે તે જોતાં બહુ જ થડા વાચકેએ થોડાક સવાલો પૂછયાં. કેઈક કઈક તે રૂબરૂ આવીને ચર્ચા કરી ગયા. મારા લેખમાં મારે છત્તાતિછત્તને શું અર્થ કરે તે માટે મેં કેટલીક જાણીતી વ્યક્તિઓને લેખ લખવા અગાઉનાં વરમાં પૂછ્યું હતું. જવાબમાં છત્તાતિજીને અર્થ ફકત “ઉપરાઉપરી રહેલાં છત્ર” એટલો જ થાય છે એમ કહેલું. તે પછી એ છત્ર કેવાં કમે સમજવાં? તેને ખુલાસે શું છત્તાતિછત્તમાં સમાએલો
એકથી વધુ છો
1. છત્રમસિભ્ય જીગં ફુતિ છત્રાતિ હેય તેને છત્રાતિછત્ર કહેવાય.