________________
૧૦ ]
[ ત્રણ છત્રની વિચારણા છે ખરે? કેટલાકે હા પાડી, કેટલાકે ના પાડી. જેઓએ હા પાડી તેઓએ ઘણા મહિના પહેલાં કલ્યાણ માસિકમાં “સાત નારકીને આકાર કે સમજ’એ હેડીંગ નીચે છપાએલા લેખની યાદ આપીને લખ્યું કે ત્રણ છત્ર સાત નરકને જેવો આકાર છે તે ઉપર નાને અને નીચે વિસ્તૃત એ રીતે સમજે. બીજાં કાર્યોમાં અટવાઈ જવાના કારણે મારાથી થોડી બેદરકારી એ થઈ કે છત્તાતછના અર્થ અંગે પૂરી ચકાસણી શાસ્ત્ર દ્વારા કે કેશદ્વારા પૂરતી કરી ન શક્યો. પરંતુ એક બે મુનિરાજેએ મને એક જ અર્થ થાય છે તેની જાગૃતિ આપી. આખરે નક્કી કર્યું કે છત્તાત્તિછત્તને એક જ અર્થ થાય છે, એટલે પહેલાના લેખમાં છત્તતિછ ના કરેલા અર્થને અહી જતો કર્યો છે. - એક વાતને અહીં ખુલાસે કરું કે મારા લેખમાં સાત નરક સાથે છત્રની જે સરખામણી કરી છે તે માટેનું લખાણ સંક્ષેપમાં લખ્યું હતું, પૂરતી સ્પષ્ટતાથી તે લખ્યું ન હતું. મારું મંતવ્ય સાત નરકની ઉઘાડી છત્રી જેવી આકૃતિઓ છે તેવી આકૃતિઓ સાથે સરખામણી કરવાનું ન હતું. મારે ઇશારે ફક્ત જમણી બાજુથી ડાબી બાજુ સુધી એટલે કે એક છેડાથી બીજા છેડા સુધીના માપથી સાત નરકે નીચે નીચે જતાં ક્યા ક્રમે છે તે જોવાનું સૂચવવાને હતો, એટલા ખાતર મારા લેખમાં સાત નરકને લગતા શ્લોકે ઉધૃત કર્યા હતા.
अधो महत्तमं छत्रं तस्योपरि ततो लघु । छत्राणामिति सप्तानां स्थापितानां समा इमाः ।।