________________
[૧૩] આવા અગત્યના પ્રશ્નોના પણ જવાબ ન આપવાના જાણે સેગંદ લીધા હેય તેવી પરિસ્થિતિ વરસેથી પ્રવર્તે છે. ફક્ત પાંચ-સાત જણાએ જવાબ આપ્યા હતા. કેટલાક આચાર્ય ભગવતિ સાથે મુંબઈ વગેરે સ્થળે આ પ્રશ્ન રૂબરૂમાં ચર્ચો હતો, પણ સહુ વીતરાગસ્તોત્રના આધારે અવળાં રાખવાને ખ્યાલ ધરાવતાં હતાં. ત્યારબાદ વરસ સુધી આ પ્રશ્ન પેન્ડીંગ પડી રહ્યો. જાણે એને ચર્ચવાનું મુહૂર્ત જ નહિ હેય. હવે યથાર્થ નિર્ણય કરવા ફરીથી બહુશ્રુત વિદ્વાને સામે જાહેરપત્રમાં એટલે સુષા અને કલ્યાણ તેમજ પ્રબુદ્ધજીવન વગેરે માસિકમાં આ પ્રશ્ન રજૂ કર્યો હતો, ત્યારે સ્પષ્ટ લખ્યું હતું કે આ લેખમાં મારી જે ભૂલ અને ગેરસમજ દેખાતી હોય તે વિના સંકોચે પુરાવા સાથે સ્પષ્ટ જણાવશે તે બંને બાજુને વિચાર કરીને છત્રની બાબતમાં સાચે નિર્ણય કરવામાં સહાયક બની શકશે. વળી આ તે એક જાહેર ટેસ્ટ કર હતું. કેમકે શાસ્ત્રો આપણું પૂરી મદદે આવતાં હતાં. કોઈ વિશિષ્ટ પ્રકારના સાચા અર્થમાં જ્ઞાની, અનુભવી નજર સામે ન હેય ત્યારે ઝાઝા હાથ રળિયામણની જેમ સુને સાથ સહકાર સારે. સમાજમાં ઘણુ બુદ્ધિશાળી, તેજસ્વી વિદ્વાને છે. તેઓને જે પ્રામાણિક અને સાચી સલાહ આપવી હોય તે આપી શકે પરંતુ બહુ જ ઓછાએ સલાહ-સૂચના આપી, અને મેં મારા પુન:ચિંતનને જોડીને નવી જ રીતે લેખનું કલેવર તૈયાર કર્યું અને પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીના શ્લોકને, તેની ટીકા-આગમાદિ શાસ્ત્રોને અનુસરે તે બધી રીતે સુયોગ્ય થાય, એ.
ખ્યાલ રાખીને બ્લેક-કાનું અર્થઘટન કરવા પ્રયાસ સેવ્યું છે. તેમાં હું કેટલે સફળ થયે છું તે તે સુજ્ઞ વાચકે નક્કી કરી શકશે. . .