________________
[to]
પ્રશ્ન અરોક એ જ આસાપાલવ છે અને
આસાપાલવ એ
જ અશાક છે એવી એક સમજ અભ્યાસીઓમાં ચાલી આવે છે તે બરાબર છે?
ઉત્તર—ના, એ સમજ બરાબર નથી. એ અંગે વિચારીએ, આસાપાલવ એ શબ્દના સંસ્કૃત શબ્દ વિવિધ કશામાં તપાસ કરતાં હાથ લાગ્યા નહીં. વળી કેટલાક કાશકારાએ અને કઈ કઈ વિદ્વાને અશોકના અથ આસપાલવ કરેલા છે અને આપણે પણ વરસોથી એ જ સમજતા આવ્યા છીએ, પરંતુ આસપાલવ અને અશાક એક છે કે જુદાં જુદાં છે તે માટે વિશેષ સાધન શરૂ કર્યુ ત્યારે વૃક્ષાના વનસ્પતિકાશા વગેરે જોયા. ત્યારે તેમાં અશોક અને આસાપાલવ બને વૃક્ષ જુદાં જુદાં બતાવીને બંનેના અલગ અલગ અલગ પરિચય આપ્યા હતા તે વાંચ્યા. તે પછી અમારી તપાસ આગળ ચાલતા અશાક અને આસપાલવનાં વૃક્ષ જુદાં જ છે. એમ એના જાનકાસ તેમજ ભાગના માળીઓએ જણાવ્યું. અને વૃક્ષ જુદાં નજરે જોવા પણ મળ્યાં. પાલીતાણામાં બને વૃક્ષા જુદાં જુદાં ઉચ્છરેલાં મારી નજર સામે આજે વિદ્યમાન છે, અન્ય સ્થળે પણ ભિન્ન ભિન્ન વૃક્ષા વિદ્યમાન છે.
ત્રીજા લેખની પૂતિ—
.
આસાપાલવને અશાની જ્ઞાતિનું વૃક્ષ કહી શકીએ, અને તેથી આસાપાલવ શબ્દમાં અશાકનું અડધુ નામ ‘ આસા ' જે મળ્યુ છે તે પાંદડાંઓની લગભગ સમાનતાના કારણે હાઈ શકે છે.
તાત્પર્ય એ કે અશાક અને આસાપાલવ એક છે તેવું કદી માની શકાય તેમ નથી. બંને વૃક્ષા જુદાં જ છે એ ઉપલબ્ધ અન્ય પુરાવાઓથી નિવિવાદ છે.